De De Pyaar De 2:અક્ષય કુમાર પછી અજય દેવગનની ફિલ્મોની એક પછી એક સિક્વલ રિલીઝ થઈ રહી છે. તેમની કોમેડી ફિલ્મ સન ઓફ સરદાર 2 એ 1લી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી અને હવે ફક્ત ત્રણ મહિના પછી તેમની બીજી સફળ ફિલ્મ દે દે પ્યાર દે 2 (De De Pyaar De 2)ની સિક્વલ રિલીઝ થઈ છે.
અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ અભિનીત ફિલ્મ દે દે પ્યાર દે 2 એ 14મી નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મે શુક્રવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી હતી. હવે શનિવારનું કલેક્શનની માહિતી સામે આવી છે. ફિલ્મની બોક્સ ઓફિસ કમાણીમાં બીજા દિવસે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
શનિવારે 'દે દે પ્યાર દે 2'ધમાકેદાર કમાણી કરશે
અજય દેવગન, રકુલ પ્રીત સિંહ અને આર. માધવન અભિનીત દે દે પ્યાર દે 2 એક 27 વર્ષીય મહિલા અને 52 વર્ષીય છૂટાછેડા લીધેલા પુરુષ વચ્ચેની પ્રેમકથા છે. ફિલ્મની રોમેન્ટિક જોડી, કોમેડી સાથે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
શુક્રવારે આશરે 8 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપન થયેલી આ ફિલ્મના નિર્માતાઓએ શનિવારે રાહતનો શ્વાસ લીધો કારણ કે ફિલ્મના કલેક્શનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. Saiknlik.comના અહેવાલો પ્રમાણે ફિલ્મે તેના બીજા દિવસે શનિવારે આશરે 10.14 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે આ ફિલ્મ વહેલી રિલીઝ છે અને સવાર સુધીમાં કલેક્શનમાં વધુ વધારો થવાની ધારણા છે.
દે દે પ્યાર દે 2 આટલા કરોડના બજેટમાં બની હતી
અજય દેવગનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ "દે દે પ્યાર દે 2" એ બે દિવસમાં લગભગ રૂપિયા 18.89 કરોડની કમાણી કરી છે. પહેલા દિવસે તેનું વિશ્વવ્યાપી કલેક્શન લગભગ ₹14.5 કરોડ સુધી પહોંચી ગયું હતું. ફક્ત વિદેશમાં જ ફિલ્મે પહેલા દિવસે લગભગ રૂપિયા 4 કરોડની કમાણી કરી હતી.
અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ દે દે પ્યાર દે 2નું બજેટ લગભગ 100 કરોડ રૂપિયા છે. ફિલ્મની પ્રગતિની ગતિને જોતાં તે ટૂંક સમયમાં આ આંકડા સુધી પહોંચે તેવી શક્યતા છે.
