De De Pyaar De 2 Collection: અજય દેવગન ફરી છવાયા, 'દે દે પ્યાર દે 2'નું બૉક્સ ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન, જાણો ઓપનિંગ ડેની કમાણી

દે દે પ્યાર દે 2 ફિલ્મે ઓપનિંગ ડેના દિવસે 8.63 કરોડનું કલેક્શન કર્યું છે. આ એક કોમેડી ફિલ્મ હોવાથી તેના કલેક્શનમાં વધુ વધારો થવાની ઘણી આશા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 15 Nov 2025 09:12 AM (IST)Updated: Sat, 15 Nov 2025 09:12 AM (IST)
de-de-pyaar-de-2-box-office-collection-ajay-devgan-rakul-preet-singh-r-madhavan

De De Pyaar De 2 Box Office Collection: અજય દેવગન, રકુલપ્રીત સિંહ અને આર. માધવન અભિનિત ફિલ્મ 'દે દે પ્યાર દે 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, જે 2019ની ફિલ્મની સિક્વલ છે. ફિલ્મનું નિર્દેશન અંશુલ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરીને સફળતાના ઝંડા ગાડી દીધા છે.

'દે દે પ્યાર દે 2' ફિલ્મ કલેક્શન

આ વર્ષે અજય દેવગનની આ બીજી સિક્વલ છે. સૅકનિલ્કના અહેવાલ મુજબ ફિલ્મે ઓપનિંગ ડેના દિવસે 8.63 કરોડનું કલેક્શન કર્યું છે. આ એક કોમેડી ફિલ્મ હોવાથી તેના કલેક્શનમાં વધુ વધારો થવાની ઘણી આશા છે. જોકે ફિલ્મના પહેલા ભાગે ઓપનિંગ ડે પર 10.41 કરોડની કમાણી કરી હતી. તેમ છતાં સિક્વલ આ કમાણીની આસપાસ પહોંચી શકે છે.

શું છે ફિલ્મની વાર્તા

ફિલ્મની વાર્તામાં 52 વર્ષીય છૂટાછેડા લીધેલા NRI રોકાણકાર આશિષ મહેરા (અજય દેવગન) અને 27 વર્ષની આયેશા (રકુલ પ્રીત સિંહ) વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આયેશાને પોતાનાથી બમણી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે. જ્યારે આયેશા પોતાના માતા-પિતા અને પરિવારને આ સંબંધ માટે મનાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેના ઘરવાળાઓ તેનું દિલ જીતવા માટે એક યુવાન વ્યક્તિને લઈ આવે છે. આ સિવાય ફિલ્મમાં ગૌતમી કપૂર, ઈશિતા દત્તા, જાવેદ જાફરી અને મીઝાન જાફરી પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળ્યા છે. આર. માધવન પણ પોતાના રોલમાં પ્રભાવશાળી લાગ્યા છે.