Neha Kakkarના સમર્થનમાં આવી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની, ફાલ્ગુની પાઠકના ગીત પર આ શું બોલી ગઈ ધનશ્રી વર્મા

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Tue, 27 Sep 2022 06:50 AM (IST)Updated: Tue, 27 Sep 2022 04:47 PM (IST)
cricketer-yuzvendra-chahals-wife-came-in-support-of-neha-kakkar-dhanashree-verma-spoke-on-falguni-pathaks-song

નવી દિલ્હી, જેએનએન. O Sajna. જ્યારથી ફાલ્ગુની પાઠકના ઓરિજિનલ ગીત 'ઓ સજના'નું રિમિક્સ આવ્યું છે ત્યારથી સોશિયલ મીડિયા પર હંગામો થઈ ગયો છે. આ રિમિક્સ નેહા કક્કરે તેના અવાજમાં ગાયું છે. આ ગીતને લઈને બંને વચ્ચે સોશિયલ મીડિયા પર શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ નેહાના ગીતને ખરાબ કહીને તેને નિશાન બનાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ફેન્સ એવા છે જે નેહાના સમર્થનમાં છે. હવે તાજેતરમાં, નેહા કક્કરની કો-સ્ટાર અને યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ ફાલ્ગુની પાઠક પર નિશાન સાધતા સિંગર નેહા કક્કરને ટેકો આપ્યો હતો.

નેહા કક્કરના સમર્થનમાં આવી ધનશ્રી વર્મા
નેહા કક્કર અને ફાલ્ગુની વચ્ચે ચાલી રહેલા સોશિયલ મીડિયા યુદ્ધ વિશે વાત કરતા, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની અને કોરિયોગ્રાફરે મિડ ડે સાથે વાત કરતા કહ્યું, "આ ગીત અમને બધાને પસંદ છે. અમે બધા આ ગીત સાંભળીને મોટા થયા છીએ. દર વર્ષે આપણે આ ગીત સાંભળીએ છીએ. જ્યારે અમને જાણવા મળ્યું કે આ ગીત રિક્રિએટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમે બંને ખૂબ જ ઉત્સુક હતા, કારણ કે અમે જાણતા હતા કે આ ગીત દરેકને પસંદ છે અને જ્યારે અમે આને ફરીથી બનાવીશું ત્યારે લોકો તેના પર પ્રેમ વરસાવશે. અમારા કમ્પોઝર જે રીતે ભેગા થયા છે, તેમણે આ ગીતને વધુ સારું બનાવ્યું છે. તેમણે આ ગીતને પૂરો ન્યાય આપ્યો છે."

ધનશ્રીએ નેહા કક્કર માટે ખાસ પોસ્ટ લખી
આ ખાસ વાતચીત પહેલા જ્યારે નેહા કક્કરને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ધનશ્રી સિંગરના સમર્થનમાં આવી અને લખ્યું, 'જ્યારથી હું ઈન્ડસ્ટ્રીમાં આવી છું, મારી માતા ઈચ્છતી હતી કે હુ નેહા કક્કર સાથે કામ કરું. આજે હું આ વાત દિલથી કહું છું કે નેહા માત્ર એક સારી કલાકાર જ નથી પણ ખૂબ સારી વ્યક્તિ પણ છે. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. હું ખૂબ જ ખુશ છું કે 'ઓ સજના' ટ્રેન્ડમાં છે.

ફાલ્ગુની પાઠકે રિમિક્સ વિશે કરી આ વાત
નેહા કક્કરના રિમિક્સ વિશે વાત કરતાં ફાલ્ગુની પાઠકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, '4-5 દિવસ પછી મને રિમિક્સ ગીત વિશે ખબર પડી. આ ગીતની પ્રથમ પ્રતિક્રિયા જરા પણ સારી ન હતી. મારે ઉલટી કરવી પડે તેવું થઈ ગયું હતું. ફાલ્ગુની પાઠકની આ પ્રતિક્રિયા બાદ નેહા કક્કરે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેને જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ગીતમાં નેહા કક્કર સિવાય ધનશ્રી અને પ્રિયાંક શર્મા પણ છે.