Crew Poster: બોલિવૂડ એક્ટ્રેસસ કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબુ.. એક સાથે પહેલી વખત મોટા પડદા પર જોવા મળશે. થોડાં દિવસ પહેલાં જ તેમની ફિલ્મ ક્રૂની જાહેરાત થઈ હતી. ત્યારે હવે પોસ્ટર રિલીઝ કરીને ફેન્સને એક્સાઈટ કરી દીધા છે. હવે ફિલ્મનું ટીઝર પર રજૂ થવાનું છે, જેનો લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મનું ટીઝર 24 ફેબ્રુઆરીએ રજૂ થશે.
રિલીઝ થશે ક્રૂનું ટીઝર
આ પહેલી વખત છે જ્યારે ત્રણ હસીનાઓ એકબીજા સાથે સ્ક્રીન શેર કરી રહી છે. આ હાઈલી એન્ટીસિપેટેડ ફિલ્મ છે જે એક દમદાર કોમર્શિયલ ફેમિલી એન્ટરટેનર પણ હશે. ફિલ્મનું જે પોસ્ટર રિલીઝ થયું છે તેમાં તબુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન એર હોસ્ટેસ તરીકે દેખાડવામાં આવી છે. પોસ્ટરમાં ત્રણેય ક્લાસી અને સેક્સી વાઈબ્સનો એક પરફેક્ટ બ્લેન્ડ આપતી જોવા મળે છે. ત્રણેય પહેલી વખત સાથે આવી રહી છે ત્યારે ત્રણેયને એક સાથે મોટા પડદાં પર જોવાનું મજેદાર બની રહેશે.
ફિલ્મની ટેગલાઈન પણ જોરદાર છે, "રિસ્ક ઈટ, સ્ટીલ ઈટ, ફેક ઈટ". હવે આ ટેગલાઈનથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં રોમાંચની એક રોલરકોસ્ટર રાઈડ જોવા મળશે. ફિલ્મમાં કરીના, તબુ અને કૃતિની સાથે દિલજીત દોસાંજ જોવા મળશે. આ ઉપરાંત કોમેડિયન કપિલ શર્મા, એકતા કપૂર, શોભા કપૂર, રિયા કપૂર અને અનિલ કપૂર સ્પેશિયલ એપીયરન્સ કરતા જોવા મળશે. મૂવીને નિધિ મેહરા અને મેહુલ સૂરીએ લખી છે.
ફિલ્મ ક્રૂ, 29 માર્ચ 2024નાં રોજ સિનેમાઘરોમાં રજૂ થશે. ક્રૂ ન માત્ર પોતાના કાસ્ટને લઈને પરંતુ ભારતમાં વિભિન્ન શૂટિંગ લોકેશન્સ માટે પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, જેમાં મુખ્ય રુપે મુંબઈ સામેલ છે. બાલાજી ટેલીફિલ્મ્સ અને અનિલ કપૂર ફિલ્મ એન્ડ કોમ્યુનિકેશન્સ નેટવર્કના બેનર હેઠળ બનેલી આ ફિલ્મું ડિરેક્શન રાજેશ એ કૃષ્ણને કર્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
