Kriti Sanon Audition Video: હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન મેળવનારી કૃતિ સેનન હાલમાં પોતાની સફળતાના શિખરે છે. તાજેતરમાં જ તેની ફિલ્મ 'તેરે ઈશ્ક મેં' ની સફળતા બાદ તેને બી-ટાઉનની 'હિટ મશીન' માનવામાં આવે છે. જોકે આ મુકામ પર પહોંચતા પહેલા તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો 13 વર્ષ જૂનો એક અનસીન ઓડિશન વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની શરતો વિશે વાત કરતી જોવા મળે છે,
બિકીની પહેરવા અંગે શરૂઆતથી વિરોધ
વર્ષ 2013માં આપેલા આ ઓડિશન વીડિયોમાં કૃતિ સેનન પોતાની પ્રોફાઇલ વિશે જણાવી રહી છે. સ્ત્રોતો અનુસાર આ વીડિયોમાં તે સ્પષ્ટપણે કહી રહી છે કે તે ટુ પીસ (બિકીની) કપડાં પહેરવામાં કમ્ફર્ટેબલ નથી, આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે કૃતિએ ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા જ પોતાની મર્યાદાઓ નક્કી કરી લીધી હતી. રસપ્રદ વાત એ છે કે તેના 11 વર્ષના ફિલ્મી કરિયરમાં તેણે અત્યાર સુધી એક પણ વાર ટુ પીસ ડ્રેસ પહેર્યો નથી.
હીરોપંતીથી કરી હતી કરિયરની શરૂઆત
કૃતિ સેનને વર્ષ 2014માં ટાઇગર શ્રોફની ફિલ્મ 'હીરોપંતી' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ મળતા પહેલા તે એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ તરીકે સતત ઓડિશન આપતી હતી. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તેની સાદગી અને તેના સ્પષ્ટ ઈરાદા જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
કૃતિ સેનનની આગામી ફિલ્મો
કૃતિના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે અભિનેતા શાહિદ કપૂર સાથે ફિલ્મ 'કોકટેલ ૨' માં જોવા મળશે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ્સ મુજબ તે સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિક 2' માં જેકલીન ફર્નાન્ડીઝને રિપ્લેસ કરી શકે છે તેવી પણ ચર્ચાઓ છે.

