Shaitaan Box Office Day 2: 'શૈતાન'ના વશમાં આવ્યું બોક્સ ઓફિસ, બીજા દિવસની કમાણીમાં જોવા મળ્યો જોરદાર ઉછાળો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 10 Mar 2024 09:03 AM (IST)Updated: Sun, 10 Mar 2024 09:03 AM (IST)
bollywood-shaitaan-box-office-collection-day-2-ajay-devgn-r-madhavan-jyotika-janaki-bodiwala-film-collected-approximately-18-crores-on-the-second-day

Shaitaan Box office Collection Day 2: અજય દેવગનની ફિલ્મ શૈતાન હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે શાનદાર કમાણી કરી હતી. જે બાદ ફિલ્મે હવે શનિવારે બીજા દિવસે બોક્સ ઓફિસને પોતાના વશમાં કરી લીધું છે. બીજા દિવસની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જાણો કેટલું રહ્યું કલેક્શન.

હોરર થ્રિલર ફિલ્મ 'શૈતાન'એ બીજા દિવસે એટલે શનિવારે કુલ 18 કરોડનું કલેક્શન કર્યું છે. એટલે કે ઓપનિંગ ડે કરતા 3 કરોડથી વધુની કમાણી કરી છે. આજે રવિવારના રોજ ફિલ્મ 20 કરોડથી વધુનું કલેક્શન કરી શકે છે. ફિલ્મ શૈતાનએ બે દિવસમાં 33 કરોડની કમાણી કરી લીધી છે.

વિકાસ બહલ નિર્દેશિત ફિલ્મ 'શૈતાન'ના આંકડાને જોઈને સ્પષ્ટ છે કે, ફિલ્મ ફેન્સને પસંદ આવી રહી છે. ક્રિટિક્સ તરફથી પણ ફિલ્મને સારા રિવ્યૂ મળ્યા છે. ફિલ્મમાં અજય દેવગન, આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલાનું કામ શાનદાર છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.