કોણ છે આ વ્યક્તિ? Kalki 2898 Adનું નવું પોસ્ટર રિલીઝ; આજે મેકર્સ ફેન્સને આપશે સરપ્રાઈઝ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 21 Apr 2024 11:40 AM (IST)Updated: Sun, 21 Apr 2024 11:40 AM (IST)
bollywood-prabhas-deepika-padukone-starrer-film-kalki-2898-ad-new-poster-today-big-update-reveal

Kalki 2898 Ad New Poster: પ્રભાસ (Prabhas) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સ્ટારર ફિલ્મ 'કલ્કી 2898 એડી' (Kalki 2898 Ad) આ વર્ષની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. હવે મેકર્સ દ્વારા ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ તેઓ દ્વારા આજે ફિલ્મને લઈને મોટું અપડેટ શેર કરવામાં આવનાર છે.

ફિલ્મ 'કલ્કી 2898 એડી'ના મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં એક વ્યક્તિ સફેદ કપડામાં જોવા મળી રહ્યો છે. કપડાથી તેના ચહેરાથી લઈને સંપૂર્ણ શરીર ઢંકાયેલું છે. માત્ર આંખો દેખાઈ રહી છે. આ પોસ્ટર શેર કરતા મેકર્સે લખ્યું છે કે, 'સમય આવી ગયો છે આ જાણવાનો કે આ કોણ છે.' આજે એટલે કે 21 એપ્રિલના રોજ સાંજે 7.15 વાગે ખબર પડશે.

નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કલ્કી 2898 એડી' 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો કે, કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, તેની રિલીઝ ડેટમાં બદલાવ થઈ શકે છે. જણાવી દઈએ કે, આ એક સુપરહીરો બેઝ્ડ ફિલ્મ હોઈ શકે છે, જેમાં પ્રભાસ સુપરહીરોના અવતારમાં જોવા મળશે. ફિલ્મ પ્રભાસ, દીપિકા પાદુકોણ સિવાય અમિતાભ બચ્ચન, દિશા પટાની અને કમલ હાસન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.