Nora Fatehi: અભિનેત્રી નોરા ફતેહી છેલ્લા કેટલાક સમયથી કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસને લઇને ચર્ચામાં છે. પોતાના ડાન્સના કારણે લોકોનું દિલ જીતનાર નોરા ફતેહી હવે ફરી એકવાર ફિલ્મી પડદે જોવા મળશે. અભિનેત્રી ટૂંક સમયમાં કુણાલ ખેમુની ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે આઇટમ સોંગમાં નહીં પરંતુ લીડ રોલમાં જોવા મળશે.
અભિનેત્રી નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફિલ્મની શૂટિંગ પૂર્ણ થવાની જાણકારી આપી હતી. તેણે કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં કુણાલ ખેમુ, ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે. તેણે પોસ્ટની કેપ્શનમાં લખ્યું છે કે, 'આ એક શાનદાર યાત્રા રહી! હું કુણાલ ખેમુ, ફરહાન અખ્તર, રિતેશ સિધવાનીનો આભાર માનવા માંગું છું. જેમને મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને આટલી પ્રતિભાશાળી સ્ટારકાસ્ટ સાથે કામ કરવાનો મોકો આપ્યો.'
અભિનેત્રી નોરા ફતેહીએ વધુમાં જણાવ્યું હતું કે, 'હું હંમેશા મજબૂત એક્ટર્સ સાથે કામ કરવા માગતી હતી, જેની સાથે હું આગળ વધી શકું. ફાઇનલી હવે હું મારા એક્ટિંગ ઝોનમાં આવી ગઇ છું અને દરેક પળ એકદમ ખાસ છે. વર્ષ 2023ના શાનદાર શરુઆત છે. આ બધા સાથે કામ કરીને મજા આવી. બધાએ ઘણો ઉત્સાહ વધાર્યો. કુણાલ ખેમુ એક શાનદાર નિર્દેશક છે. તેને મારામાં હાજર એક્ટરને કાઢવામાં કોઇ કસર રાખી ન હતી. મેં સેટ પર ઘણી બધી વસ્તુઓ શીખી. તો તમે બધા આ યાત્રા માટે તૈયાર થઇ જાઓ. જે તમે પહેલા ક્યારેય નથી જોઇ. આ એક એવી યાત્રા છે, જે તમે મિસ નહિ કરવા માંગો!'
ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ'થી કુણાલ ખેમુ નિર્દેશક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે આ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં નોરા ફતેહી સિવાય પ્રતિક ગાંધી, દિવ્યેન્દુ શર્મા અને અવિનાશ તિવારી પણ જોવા મળશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
