Bollywood News: બૉલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાનું લગ્નજીવન છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં સપડાયું છે અને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સુનિતાએ પતિ ગોવિંદાની ફિલ્મ 'રૂપા'ની અભિનેત્રી કોમલ રાની સાથેની જાહેરમાં હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. સુનિતાએ બન્ને વચ્ચેની વયનો ઉલ્લેખ કરતાં અભિનેત્રી કોમલ રાનીને પતિની દીકરીની ઉંમરની હોવાનું જણાવ્યું હતુ. જો કે હવે ગોવિદાએ પત્ની સુનિતાને રોકડું પરખાવી દીધુ છે.
તું ક્યારથી ગાળો બોલતા શીખી ગઈઃ ગોવિંદા
ગોવિંદાએ જણાવ્યું કે, હમણાંથી તું ખૂબ જ ગંદી ભાષાનો ઉપયોગ કરવા લાગી ગઈ છે. ખાસ કરીને મા-બહેનની ગંદી ગાળો ભાંડવા લાગી છે, જે ખોટું છે. બહાર મને જે કામ મળે છે, તેનો હું છોડતો નથી. હવે જ્યારે મને કામ મળવા લાગ્યું, ત્યારે તું વચ્ચે હસ્તક્ષેપ કરી રહી છે. જ્યારે તું તારું કામ કરતી હતી જેમ કે કુકિંગ શૉ હોય કે લોકઅપ, તે ટીનાને વચ્ચે રાખીને મને શો પર બોલાવ્યો હતો. તે તારા બન્ને શોમાં મારા નામનો ફાયદો ઉઠાવ્યો છે.
તમે લોકોએ મને નીચે પાડવામાં કશું બાકી નથી રાખ્યું
વધુમાં અભિનેતાએ જણાવ્યું કે, જ્યારથી મે મારી ફિલ્મો શરૂ કરી છે, ત્યારથી તમે લોકોએ મને લોકોની નજરમાં નીચા દેખાડવા, મને બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી, જેનાથી મારા કામ પર અસર પડે. જ્યારે કોઈ ગરીબ પરિવારના લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવે, ત્યારે મહેરબાની કરીને તેમને એટલા બદનામ ના કરીશ કે તે ડરીને ભાગી જાય.
ગોવિંદા અને કોમલ રાનીની વયના અંતર અંગે અભિનેતાએ જણાવ્યું કે, તે અમારા બન્નેની ઉંમરને લઈને જે કોમેન્ટ કરી છે, તે યોગ્ય નથી. તારી જાણ સારું બતાવી દઉં કે, આ દેશમાં તમામ મોટા કલાકારોએ પોતાનાથી ઓછી વયની અભિનેત્રીઓ સાથે કામ કર્યું જ છે. અનેક અભિનેતાઓએ પોતાનાથી અડધી વયની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. દેશના તમામ મહાન કલાકારો યુવા કલાકારો સાથે કામ કરવાથી જ આગવી ઓળખ ઉભી કરી શક્યા છે.
આ સાથે જ અભિનેતાએ ચેતવણીના સુરમાં જણાવ્યું કે, આગળ ભવિષ્યમાં તને મારી ફરીથી જરૂર પડી શકે છે. આથી પોડકાસ્ટમાં આવીને ખોટા નિવેદન આપીને મને નીચો દેખાડીને બદનામ કરવાનું બંધ કરીને તારી હદમાં રહે. તારી પાછળ જે ગેંગ છે, તેમની સચ્ચાઈ ટૂંક સમયમાં લોકોની સમક્ષ આવશે.
