Aamir Khan Wedding: આમિર ખાન ત્રીજા લગ્ન માટે તૈયાર, 5 જુલાઈએ 47 વર્ષીય ગૌરી સ્પ્રેટ સાથે ઘર માંડશે!

રીના દત્તા અને કિરણ રાવ બાદ આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે, જ્યારે ગૌરી સ્પ્રેટને પહેલા લગ્નથી 7 વર્ષનો એક પુત્ર છે. પરિવારના સભ્યો ગણ્યાગાંઠા મિત્રોની હાજરીમાં દસ્તાવેજ પર સાઈન થશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 04 Jun 2026 05:44 PM (IST)Updated: Thu, 04 Jun 2026 05:44 PM (IST)
bollywood-news-aamir-khan-third-wedding-with-gauri-spratt-on-5th-july
HIGHLIGHTS
  • આમિર-ગૌરીના લગ્નમાં કોઈ ધામધૂમ નહીં હોય

Aamir Khan Wedding: બૉલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાનની અંગત જિંદગીને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. હકીકતમાં આમિર ખાન ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્નગ્રંથિથી બંધાવા જઈ રહ્યો છે.

એવું કહેવાય છે કે, આમિર ખાનના આ લગ્ન ખૂબ જ અંગત અને નિકટના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. રીના દત્તા અને કિરણ રાવ સાથે છૂટાછેડા બાદ આમિર ખાન ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન હશે.

61 વર્ષીય અભિનેતા અને 47 વર્ષીય ગૌરી સ્પ્રેટ પોતાના સબંધોને ખૂબ જ સાદગીથી લગ્નનું સ્વરૂપ આપવા જઈ રહ્યા છે. આમિર ખાનના લગ્નમાં કોઈ ધામધૂમ નહીં હોય. માત્ર દસ્તાવેજ પર બન્નેની સાઈન લેવામાં આવશે. આગામી 5 જુલાઈના રોજ પોતાના ઘરમાં જ પરિવારના કેટલાક સભ્યો અને મિત્રોની ઉપસ્થિતિમાં કોર્ટ મેરેજ કરશે.

આમિર ખાન પ્રોડક્શન સાથે સંકળાયેલી ગૌરીના પહેલા લગ્ન થકી 7 વર્ષનો એક પુત્ર છે. જ્યારે આમિર ખાનના પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયા હતા, જેના થકી તેમને બે બાળકો જુનૈદ ખાન અને આઈરા ખાન છે. જે બાદ આમિરે ફિલ્મ મેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતા. આ લગ્નજીવન થકી તેને આઝાદ નામનો એક પુત્ર પણ છે. આમિર-કિરણે 2021માં જ છૂટાછેડા લીધા હતા.