અમદાવાદ.
બોલિવૂડની ગલીઓમાં આ દિવસોમાં બે સિંગર્સ નેહા કક્કર અને ફાલ્ગુની પાઠક વચ્ચે ખૂબ જ ગરમ માહોલ છે, જેનું કારણ નેહાનું નવું સોન્ગ 'ઓ સજના' છે. હકીકતમાં, આ સોન્ગને 90ના દાયકાની ફેમસ સિંગર ફાલ્ગુની પાઠકના સોન્ગ 'મૈંને પાયલ હૈ છનકાઈ'નું રિમિક્સ વર્ઝન બનાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ફાલ્ગુની પાઠકે નેહા પર નિશાન સાધ્યું હતું. ફાલ્ગુની પાઠકે તેની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલીક કોમેન્ટ્સ શેર કરી હતી, જેમાં નેહા ટ્રોલ થઈ હતી. તે જ સમયે, ફાલ્ગુનીએ એક ઇન્ટરવ્યુમાં સોન્ગ પર તેનું રિએક્શન આપ્યું હતું. સિંગરે કહ્યું છે કે સોન્ગ જોયા બાદ તેને માત્ર ઉલ્ટી થવાની જ બાકી રહી હતી. આ બધાની વચ્ચે હવે નેહા અને ફાલ્ગુનીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને સ્ટેજ પર સાથે જોવા મળી રહ્યા છે.
ઈન્ડિયન આઈડલ સીઝન 13માં જોવા મળશે
ખરેખર, સોની ટીવી પર ઈન્ડિયન આઈડલની 13મી સીઝન શરૂ થઈ ગઈ છે. હવે આ શોનો એક પ્રોમો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં નેહા કક્કર, ફાલ્ગુની પાઠક, હિમેશ રેશમિયા, આદિત્ય નારાયણ પણ કન્ટેસ્ટન્ટ્સ સાથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં નેહા કક્કર કહે છે- 'આજનો દિવસ ખૂબ જ સારો છે. થિયેટર રાઉન્ડ છે. ચાલો માતા રાણીનું નામ લઈને આની શરૂઆત કરીએ, આનાથી વધુ સુંદર કંઈ હોઈ શકે નહીં અને આપણી વચ્ચે લિજેન્ડ ફાલ્ગુની પાઠક મેમ છે. આ પછી બધા દાંડિયા ડાન્સ કરવા લાગે છે. તે જ સમયે, ફાલ્ગુની 'ગરબા' ગીત ગાય છે જેના પર બધા ડાન્સ કરે છે. યુઝર્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું છે – આ લોકો ગીતને ફેમસ કરવા શું કરે છે…
આ સોન્ગમાં નેહા કક્કર સાથે ધનશ્રી વર્મા પણ જોવા મળી
તમને જણાવી દઈએ કે નેહા કક્કરના ગીત 'ઓ સજના'માં ધનશ્રી વર્મા અને પ્રિયાંક શર્માને કાસ્ટ કરવામાં આવ્યા છે. મ્યુઝિક તનિષ્ક બાગચીનું છે અને લિરિક્સ જાનીએ લખ્યા છે. આ સોન્ગ 19 સપ્ટેમ્બરે રિલીઝ થયું હતું.
