Natasa Stankovic News: નતાશા સ્ટેનકોવિક હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ સર્બિયા ચાલી ગઈ હતી. જે હાલ પરત ફરી છે. આ દરમિયાન તેણે પોતાના પુત્ર અગસ્ત્યને હાર્દિક પંડ્યાના ઘરે છોડ્યો અને તેના એક જૂના મિત્ર સાથે વર્કઆઉટ સેલ્ફી લીધી હતી. જાણો કોણ છે આ વ્યક્તિ
નતાશા સ્ટેનકોવિકના આ મિત્રનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક છે. અહેવાલો પ્રમાણે બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સાથે તેમના સંબંધોની અનેક ચર્ચાઓ પહેલાથી ચાલી રહી છે. એલેક્ઝાન્ડર પણ નતાશાની માફક સર્બિયાથી આવ્યા છે.
એલેક્ઝાન્ડર છેલ્લા સાત વર્ષોથી ભારતમાં રહીને એક મોડલ અને અભિનેતાના રુપમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ વીરે દી વેડિંગમાં તેઓ તારીફા સોંગ્સમાં સોનમ કપૂર સાથે નજરે પડ્યા હતા.
