Natasa Stankovic: કોણ છે એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક? નતાશા સ્ટેનકોવિક બાદ હવે એલનાઝ નોરોઝી સાથે જોવા મળ્યો

એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક અને નતાશા સ્ટેનકોવિકને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે હવે એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક અભિનેત્રી એલનાઝ નોરોઝી સાથે જોવા મળ્યો હતો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 20 May 2025 12:12 PM (IST)Updated: Tue, 20 May 2025 12:16 PM (IST)
aleksandar-alex-ilic-natasa-stankovic-relationship

Natasa Stankovic and Alex Ilic: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિક એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથેના સંબંધને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હવે એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક અભિનેત્રી એલનાઝ નોરોઝી સાથે જોવા મળતાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક કોણ છે? જાણો.

એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક કોણ છે?

એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક એક સર્બિયન મોડેલ અને દિશા પટાણીનો નજીકનો મિત્ર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલેક્સ અને દિશા 2015માં એક જ ફ્લેટમાં રહેતા હતા. બંનેના સંઘર્ષના દિવસો દરમિયાન મુલાકાત થઈ હતી અને તેમણે એક જ મોડેલિંગ એજન્સીમાં કામ શરૂ કર્યું હતું. આ રીતે તેમની મિત્રતા વધુ ગાઢ બની ગઈ હતી.

તે સર્બિયાનો રહેવાસી હોવાથી તેના નતાશા સ્ટેનકોવિક સાથે પણ સારા સંબંધ છે. તે નતાશાને પોતાની બહેન માને છે. 2020માં એલેક્સે નતાશા સાથે એક તસવીર શેર કરી હતી અને તેમાં હેશટેગ #Bestie અને #Sister લખ્યું હતું. નતાશાના લગ્ન સમયે જ્યારે એલેક્ઝાન્ડરે તસવીરો શેર કરી, ત્યારે પણ તેણે Sister Wedding લખીને પોતાનું લાગણીભર્યું જોડાણ વ્યક્ત કર્યું હતું.

એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક એક ફિટનેસ ફ્રીક છે. દિશા પટાણી, નતાશા સ્ટેનકોવિક અને તૃપ્તિ ડિમરી સાથે તે પણ નિયમિત રીતે વર્કઆઉટ કરે છે. તેણે પોતાની અભિનય યાત્રાની શરૂઆત વેબ સિરીઝ 'કેમેલિયન'થી કરી હતી.