Natasa Stankovic Trolled: ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિક સતત હેડલાઈનમાં છે. સર્બિયાથી પરત ફર્યા બાદ સતત તે તેના મિત્ર એલેકઝાન્ડર એલેક્સ(Aleksandar Alex) સાથે નજરે પડી રહી છે. એટલું જ નહિ દિવાળી પાર્ટીઓમાં પણ તેઓ એકસાથે નજરે પડ્યા હતા.
નતાશાને સાડી પહેરવામાં મદદ કરતાં નજરે પડ્યાં એલેકઝાન્ડર
નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ જોવા મળી રહી છે. હાલ નતાશા અને એલેકઝાન્ડરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. જેમાં એલેકઝાન્ડર નતાશાને સાડી પહેરાવતાં નજરે પડી રહ્યા છે. આ વીડિયોને લઈને હાર્દિક પંડ્યાના ચાહકો નતાશાને ટ્રોલ કરી રહ્યા છે.
વીડિયોમાં એલેકઝાન્ડર નતાશાની સાડીની સિલાઈ કરતાં નજરે પડે છે. ત્યારબાદ તેઓ નતાશાને સાડી પહેરાવવામાં પણ મદદ કરે છે. આ દરમિયાન વીડિયોમાં નતાશા તેના મિત્રની પ્રશંસા કરી રહી છે. આ વીડિયોને ઈન્સ્ટાસ્ટોરીમાં શેર કરતાં નતાસાએ લખ્યું હતું કે માય બેસ્ટ ફ્રેન્ડ બેટર ધેન યોર્સ.
નતાસાને યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ
અનેક યુઝર્સ નતાશા અને એલેકઝાન્ડરના સંબંધોને લઈને સવાલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શું તમે કપલ છો, હું કન્ફ્યુઝ છું. તો અન્ય વ્યક્તિએ કહ્યું કે બહાર બેઠેલા તમામ ટેલર્સ માટે બે મિનિટનું મૌન… તો એક યુઝરે ક્લીયર કરતાં કહ્યું કે આ તેનો કઝિન છે.
