Kalki 2898 AD: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'કલ્કિ 2898 એડી'ને રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તે પહેલા જ ફિલ્મ વિશ્વભરમાં શાનદાર કમાણી કરી રહી છે. ભારતની સૌથી મોંઘી ફિલ્મ કલ્કિએ રિલીઝ પહેલા જ લગભગ 400 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.
પિંકવિલાના એક રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ 'કલ્કિ 2898 એડી'એ અત્યાર સુધીમાં પ્રી રિલીઝ થિયેટર બિઝનેસથી 394 કરોડ રૂપિયા કમાવી લીધા છે. માત્ર આંધ્ર પ્રદેશમાં જ તેનું કુલ કલેક્શન 182 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. ફિલ્મ આંધ્ર પ્રદેશમાં 85 કરોડ રૂપિયામાં વહેંચાઈ છે. જ્યારે રાઈટ્સ 70 કરોડ રૂપિયામાં અને સીડ્સ રાઈટ્સ 27 કરોડ રૂપિયામાં વહેંચાયા છે.
આ પણ વાંચો
ફિલ્મ 'કલ્કિ 2898 એડી'એ કેરળ અને તમિલનાડુમાં 22 કરોડ રૂપિયાનો પ્રી-રિલીઝ બિઝેનસ કર્યો છે. જ્યારે નોર્થ ઈન્ડિયામાં 80 કરોડ અને કર્ણાટકમાં કુલ 30 કરોડ રૂપિયાનો પ્રી-રિલીઝ બિઝેનસ કર્યો છે. આ સાથે જ વિદેશમાં કુલ 80 કરોડમાં ડીલ થઈ છે.
નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મ 'કલ્કિ 2898 એડી'માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન છે. આ ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં ફિલ્મ રિલીઝ પહેલા આટલું કલેક્શન હોવું જરૂરી છે. આ ફિલ્મ 27 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
