Anant Ambani and Radhika Merchant Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થવાના છે. ત્યારે હાલમાં એેન્ટિલિયામાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાઈ રહ્યા છે. ત્યારે 10 જુલાઈના રોજ શિવ શક્તિ પૂજા અને ગરબા નાઈટની સાથે મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શનાયા કપૂર, રણવીર સિંહ, સંજય દત્ત અને જાહ્નવી કપૂર સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
માનુષી છિલ્લર
પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લર બેઝ કલરની સાડીમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી હતી.
જાહ્નવી કપૂર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના દરેક ફંક્શનમાં જાહ્નવી કપૂર સ્પોટ થઈ છે. ત્યારે ગઈકાલે પણ તે પર્પલ કલરના લહેંગામાં તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે સ્પોટ થઈ હતી.
રણવીર સિંહ
રણવીર સિંહ પણ ગરબા નાઈટ અને શિવ શક્તિ પૂજામાં સામેલ થયો.
અનન્યા પાંડે
અભિનેત્રી અનન્યા પાંડે પર્પલ કલરના લહેંગા જોવા મળી હતી.
સંજય દત્ત
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગરબા નાઈટ અને શિવ શક્તિ પૂજામાં સંજય દત્તનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો.
કૈલાશ ખેર
ફેમસ સિંગર કૈલાશ ખેર પણ એન્ટિલિયા પહોંચ્યા હતા. તેઓ બ્લૂ કુર્તા અને બેઝ પાયજામામાં જોવા મળ્યા હતા. તેમને પરફોર્મ પણ કર્યું હતું.
ડાયરેક્ટર એટલી
સાઉથના ફેમસ ડાયરેક્ટર એટલી આ અવસરે તેમની વાઈફ પ્રિયા સાથે જોવા મળી.
મહેન્દ્ર સિંહ ધોની
આ ફંક્શનમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) તેની વાઈફ સાક્ષી ધોની સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન ધોની બ્લેક પાયજામા જ્યારે સાક્ષી લવન્ડર કલરના સૂટમાં સ્પોટ થઈ.
