Navya Naveli: અમદાવાદની આ કોલેજમાં ભણશે અમિતાભ બચ્ચનની પૌત્રી, જાણો શેમાં લીધું એડમિશન

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 02 Sep 2024 12:27 PM (IST)Updated: Mon, 02 Sep 2024 12:27 PM (IST)
bollywood-amitabh-bachchans-granddaughter-navya-nanda-gets-admission-in-iim-ahmedabad

Navya Naveli IIM Ahmedabad: અમિતાભ બચ્ચનની પૌત્રી આ દિવસોમાં ચર્ચામાં આવી છે. નવ્યા નવેલી નંદાએ અમદાવાદની IIMમાં એડમિશન લીધું છે. અહીં તે બે વર્ષનો ફુલ ટાઈમ કોર્સ કરશે. નવ્યાએ અમદાવાદની IIM કેમ્પસની બહારથી લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

લોકો સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલીના વખાણ કરી રહ્યા છે. કારણ કે મોટા ભાગના સ્ટાર કિડ શાળાના અભ્યાસ બાદ વિદેશ ભણવા જાય છે. ત્યારે નવ્યાએ IIMની પ્રવેશ પરીક્ષા પાસ કરી દેશની પ્રતિષ્ઠિત સંસ્થા અમદાવાદની IIMમાં એડમિશન મેળવ્યું છે. આ માટે તે ખૂબ જ ખુશ છે. તેનું સપનું પૂર્ણ થયું છે. નવ્યાએ અમદાવાદમાં BPGP MBA પ્રોગ્રામમાં એડમિશન લીધું છે. જ્યાંથી તે બિઝનેસ વુમન બનવા તરફ આગળ વધશે.

નવ્યાએ તેનો અગાઉનો અભ્યાસ લંડનમાંથી સેવનોક્સ સ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી ન્યૂયોર્કમાં ફોર્ડહમ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. અહીંથી તેણે ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે માસ્ટર પ્રોગ્રામ માટે અમદાવાદમાં એડમિશન લીધું છે.