Saif Ali Khan ને મળી જાનથી મારી નાખવાની ધમકી, બાબા સિદ્દીકી હત્યાકાંડ સાથે જોડાયેલા છે તાર

Saif Ali Khan Death Threat: ફિલ્મ સ્ટારોને ધમકી આપવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. હવે સૈફને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 19 Nov 2026 04:13 PM (IST)Updated: Thu, 19 Nov 2026 04:13 PM (IST)
bollywood-actor-saif-ali-khan-receives-a-death-threat

Saif Ali Khan Death Threat: ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ બોલિવૂડ સેલિબ્રીટીઓને સતત ધમકી મળી રહી છે. જેમાં અમિતાભથી લઈને ઘણા મોટા સ્ટાર્સના સામેલ છે. જોકે, હવે માહિતી સામે આવી રહી છે કે, સૈફ અલી ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી આપનારના તાર બાબા સિદ્દીકી હત્યાકાંડ સાથે જોડાયેલા છે.

સૈફ અલી ખાનને ધમકી મળી

ફિલ્મ સ્ટારોને ધમકી આપવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. આ પહેલા ટાઈગર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એવી પણ વાત સામે આવી હતી કે હુમલાખોરો આમિર ખાનને ટાર્ગેટ કરાવા માગતા હતા. હવે સૈફ અલી ખાનને ધમકી મળતા સમગ્ર બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે.

ઝીશાન અખ્તરે ધમકી આપી હોવાનો દાવો

આઈએનએસએના અહેવાલ મુજબ બાબા સિદ્દીકી હત્યાકાંડના વોન્ટેડ આરોપી ઝીશાન અખ્તરે આ ધમકી આપી છે. હવે મુંબઈ પોલીસ આ સમગ્ર કેસની તપાસમાં લાગી છે. તપાસ કરવામાં આવી રહી છે કે સાચે જ આ ધમકી ઝીશાન અખ્તર તરફથી આપવામાં આવી છે કે પછી કોઈ બીજા દ્વારા આપવામાં આવી છે. આ પહેલા બોલિવૂડના ઘણા સ્ટાર્સને લોરેન્સ વિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી ચુકી છે. જેમાં સલમાનનો પણ સમાવેશ થાય છે.

તુષાર કપુર અને આયુષ્યમાન ખુરાનાને પણ આજ રીતની ધમકી મળી ચુકી છે

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરુઆતમાં અભિનેતા તુષાર કપુર અને આયુષ્યમાન ખુરાનાને પણ આજ રીતની ધમકી મળી ચુકી છે. હવે સૈફ અલી ખાનને ધમકી મળતા મુંબઈ પોલીસ દોડતી થઈ છે. આ પહેલા રોહિત શેટ્ટીના ઘર નજીક પણ ફાયરિંગની ઘટના સામે આવી ચુકી છે.

સૈફ અલી ખાન પર થઈ ચુક્યો છે હુમલો

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સૈફ અલી ખાનને ધમકી મળી હોય. આ પહેલા સૈફ પર જીવલેણ હુમલો પણ થઈ ચુક્યો છે. ત્યારે એવી વાત સામે આવી હતી કે આરોપી ચોરી કરવા આવ્યો હતો. જેણે સૈફ પર ચાકુ જેવા હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જે બાદ સૈફને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં રીક્ષામાં બેસાડી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

હાલમાં સૈફ અલી ખાનને મળેલી ધમકી મામલે પોલીસ તપાસ કરી રહી છે. આવનારા દિવસોમાં પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે આ ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને તેનો હેતુ શું છે.