Bhai Beej Motion Poster: નવરાત્રિના પવિત્ર તહેવાર અને પ્રથમ નોરતાના શુભ અવસરે ગુજરાતના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આગામી અત્યંત ચર્ચિત ફિલ્મ 'ભાઈ બીજ' નું આકર્ષક મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, લાગણી અને સંબંધોની પવિત્ર કહાની પર આધારિત આ ફિલ્મનું પોસ્ટર સામે આવતા જ દર્શકો અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર આ મોશન પોસ્ટર શેર કરતા લખ્યું કે, "નવરાત્રિના પવિત્ર તહેવારના પહેલા નોરતે અમારી ફિલ્મ 'ભાઈ બીજ'નું મોશન પોસ્ટર રિલીઝ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. ભાઈ-બહેનના અતૂટ પ્રેમની એક નવી કહાની... આ દિવાળી એ ભાઈ-બહેનના પ્રેમની અનોખી કહાની!"
ભાઇ બીજનું મોશન પોસ્ટર રિલીઝ
આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક કે. કે. મકવાણા છે, જ્યારે સહ-નિર્માતા તરીકે રાહુલ પટેલ અને અતુલ પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે. કેપ્રિકોર્ન ફિલ્મ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ ઇન એસોસિએશન વિથ વિન વન્ડર્સ એન્ટરટેઇનમેન્ટ પ્રા.લી. અને અનાયા સિનેફિલ્મ્સના સંયુક્ત ઉપક્રમે આ ફિલ્મને મોટા પાયે બનાવવામાં આવી છે. મોશન પોસ્ટરમાં જોઈ શકાય છે કે ફિલ્મમાં પારિવારિક ભાવનાઓ સાથે ભરપૂર ડ્રામા અને એક્શન જોવા મળશે, જે દર્શકોને સિનેમાઘરો તરફ ખેંચી લાવશે.
જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે
વિક્રમ ઠાકોરની ફિલ્મો હંમેશાં પારિવારિક મૂલ્યો અને ઉત્તમ કથાવાસ્તુ માટે જાણીતી રહી છે, ત્યારે આ દિવાળીએ 'ભાઈ બીજ' ફિલ્મ થિયેટરોમાં ધમાકો મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ આગામી 6 નવેમ્બર, 2026 ના રોજ દિવાળીના તહેવારો દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થશે. નવરાત્રિના પાવન અવસરે મોશન પોસ્ટર લોન્ચ થવાથી ફેન્સમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધુી ગઈ છે અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
