Anant Radhika Haldi Ceremony: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ ભારતીય રીતિ-રિવાજો અનુસાર સંપન્ન થયા હતા. ત્યારે હવે અનંત-રાધિકાની હલ્દી સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થયો છે.
અનંત અંબાણીએ નીતા અંબાણી પર હલ્દી ભરેલી ડોલ નાખી
વીડિયોમાં અનંત અંબાણી પોતાાની માતા નીતા અંબાણી પર હલ્દી ભરેલી ડોલ નાખતાં નજરે પડે છે. આ સિવાય રાધિકાના પિતાના ચહેરા પર તેમણે હલ્દી લગાવી હતી. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. મુકેશ અંબાણી પર આ મસ્તીમાં સામેલ થયા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં હાર્દિક પંડ્યા અને રણવીર સિંહે ધૂમ મચાવી દીધી હતી. સ્ટેજ પર રણવીરે ભાંગડા કર્યા તો હાર્દિક પટેલે પણ આગ લગાવી દીધી હતી. હાર્દિકે માથા પર ફુલની ટોકરી મુકીને ડાન્સ કર્યો હતો.
