Anant-Radhika Haldi Ceremony: હલ્દી સેરેમનીમાં એન્ટીલિયા ફિલ્મી સિતારાઓથી ઝળહળ્યું; સલમાન, સારા અલી ખાન, માનુષી છિલ્લર સહિત આ સેલેબ્સે આપી હાજરી

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 09 Jul 2024 09:48 AM (IST)Updated: Tue, 09 Jul 2024 09:48 AM (IST)
anant-ambani-and-radhika-merchant-haldi-ceremony-bollywood-celebrity-salman-khan-janhvi-kapoor-arjun-kapoor-manushi-chhillar-and-other-celebs-arrive

Anant-Radhika Haldi Ceremony: અંબાણી હાઉસમાં અનંત-રાધિકાના લગ્નને લઈને વિવિધ ફંકશનની શરૂઆત થઈ ચૂકી છે. અનંત અંબાણી પોતાની લૉગ્સ ટાઈમ ગર્લફેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈના રોજ લગ્નના ફેરા લેશે. અગાઉ મામેરુ અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 8 જુલાઈ એટલે ગત રાત્રિના હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ફિલ્મી સિતારાઓથી એન્ટીલિયા છવાયેલું રહ્યું.

સલમાન ખાન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હલ્દી સેરેમનીમાં અભિનેતા સલમાન ખાન હાજર રહ્યા. આ પહેલા પણ સંગીત સેરેમનીમાં સલમાન ખાન જોવા મળ્યા હતા. હલ્દી સેરેમનીમાં અભિનેતા બ્લેક કલરના પઠાણી કુર્તા પાયજામામાં નજરે પડ્યા.

સારા અલી ખાન
સારા અલી ખાન પોતાના મિત્ર અનંત અને રાધિકાના હલ્દી સેરેમનીમાં સામેલ થયા. આ ફંક્શનમાં અભિનેત્રી ગુજરાતી સ્ટાઈલમાં લહંગા પહેરેલી નજરે પડી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

naidunia_image

અનન્યા પાંડે
હલ્દી સેરેમનીમાં અભિનેત્રી અનન્યા પાંડે બેબી પિંક કલરના અનારકલી સુટમાં એકદમ અલગ જ નજરે પડી. આ સ્ટાઈલ સાથે તેમણે ગોલ્ડન ટીકો અને કાનમાં લાંબી ઈયરરિંગ પહેરેલી હતી.

naidunia_image

આકાશ અંબાણી અને મુકેશ અંબાણીએ આ દરમિયાન પાપારાઝીઓને પોઝ આપ્યો હતો. બંને પિતા-પુત્ર કુર્તા અને પાયજામામાં નજરે પડ્યા હતા.

naidunia_image

ઉદિત નારાયણ અને દીપા નારાયણ
90sના દશકાના સુપ્રસિદ્ધ ગાયક ઉદિત નારાયણે પોતાની પત્ની દીપા સાથે અનંત-રાધિકાના હલ્દી સેરેમનીમાં ભાગ લીધો.

naidunia_image

અર્જુન કપુર અને જાહ્નવી કપુર પણ આ ફંકશનમાં હાજર રહ્યા હતા. અર્જુન કપુર રેડ અને ગોલ્ડન કલરના કુર્તા પાયજામામાં નજરે પડ્યા હતા. પીળા કલરની સાડીમાં જાહ્નવી કપુર એકદમ ઝક્કાસ લાગી રહી હતી.

naidunia_image

હલ્દી સેરેમનીમા રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ, માતા શૈલા સહિત બહેન હાજર રહ્યા હતા. ઉદિત નારાયમ અને રાહુલ વૈદ્યે ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું.