Neha Suthar New Gujarati Song: ગુજરાતમાં ભાદરવી પૂનમના પવિત્ર અવસર પૂર્વે મા અંબાના ધામ અંબાજી જતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે એક અદ્ભુત ભક્તિમય સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. લોકપ્રિય ગાયિકા અને પ્રોડ્યુસર નેહા સુથાર (Neha Suthar) નું નવું ગુજરાતી ગીત 'અંબાજી હેંડતા જઈએ' (Ambaji Hedta jaia) ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂક્યું છે. મા અંબાની ભક્તિમાં લીન થઈને પગપાળા યાત્રા કરતા સંઘો અને માઈભક્તોના ઉત્સાહને બેવડાવતું આ સોંગ સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
નેહા સુથારનો મધુર અવાજ અને શાનદાર પ્રોડક્શન
આ ભક્તિગીતને પોતે નેહા સુથારે પોતાના સુરીલા અવાજમાં ગાયું છે અને આ પ્રોજેક્ટના નિર્માતા (Producer) પણ તેઓ જાતે જ છે. ગીતના બોલ (Lyrics) જાણીતા ગીતકાર કેતન બારોટે લખ્યા છે, જે પદયાત્રીઓના ઉત્સાહ અને મા અંબા પ્રત્યેની શ્રદ્ધાને આબેહૂબ વર્ણવે છે. ગીતને કર્ણપ્રિય અને જોશિલું સંગીત વિશાલ વાઘેશ્વરી દ્વારા આપવામાં આવ્યું છે, જે સાંભળતા જ ભક્તોના પગ ઝૂમી ઊઠે છે.
બહેતરીન વિઝ્યુઅલ અને સિનેમેટોગ્રાફી
ગીતના વીડિયોનું નિર્દેશન (Director) પ્રણવ જેઠવા દ્વારા કરવામાં આવ્યું છે, જેણે ગીતના મુડ અને અંબાજી યાત્રાના વાતાવરણને સ્ક્રીન પર સુંદર રીતે વણી લીધું છે. આકર્ષક DOP જયેશ કૌશિકનું છે, જ્યારે વીડિયોનું કિલર એડિટિંગ અશુ હીર દ્વારા કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટના પ્રોડક્શનનું સંચાલન ઝાકિર પઠાણ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
પદયાત્રીઓ અને માઈભક્તો માટે વિશેષ સોંગ
દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 'જય અંબે'ના નાદ સાથે પગપાળા અંબાજી મા અંબાના દર્શનાર્થે ઊમટી પડે છે. આવા ભક્તિમય માહોલમાં 'અંબાજી હેંડતા જઈએ' ગીત પદયાત્રીઓમાં એક નવો જ ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરી રહ્યું છે. ગરબા અને પદયાત્રા સોંગ્સના શોખીનો માટે આ વર્ષે આ ગીત પ્લેલિસ્ટનું મુખ્ય આકર્ષણ બની રહેશે.
