Akshay Kumar Hera Pheri 3: બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝ 'હેરા ફેરી'નો ત્રીજો પાર્ટ લાંબા સમયથી ચર્ચામાં છે. જ્યારથી આ ફ્રેન્ચાઈઝમાં 'બાબુભૈયા'નો રોલ કરનાર અભિનેતા પરેશ રાવલ ફિલ્મના ત્રીજા ભાગમાંથી નીકળ્યા છે, ત્યારથી આ ફિલ્મ સતત સમાચારમાં છે.
ફિલ્મ 'હેરા ફેરી 3'ના મુખ્ય અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) અને સુનીલ શેટ્ટીથી લઈને ફિલ્મના ડાયરેક્ટર પ્રિયદર્શન, સૌ કોઈ પરેશ રાવલ (Paresh Rawal) ના આ નિર્ણયથી નારાજ અને આશ્ચર્યચકિત છે. હાલમાં જ ફિલ્મના મેકર્સ દ્વારા પરેશ રાવલ પર કરોડો રૂપિયાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેમની સાઇનિંગ રકમ વ્યાજ સાથે મેકર્સને પરત કરી દીધી છે. હવે અક્ષય કુમારે પરેશ રાવલ સાથે 'હેરા ફેરી 3' વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
અક્ષય કુમારે કહી આ વાત
પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારે કહ્યું કે, 'જે કંઈ પણ થઈ રહ્યું છે તે તમારી સામે થઈ રહ્યું છે. હું મારી આંગળીઓને ક્રોસ કરીને રાખી છે. મને આશા છે કે બધું સારું થશે. મને ખબર છે.'
આ પહેલા અક્ષય કુમારે 'હાઉસફુલ 5' ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં કહ્યું હતું કે, 'હું પરેશ રાવલ સાથે 32 વર્ષથી કામ કરી રહ્યો છું. તે એક અદ્ભુત અભિનેતા છે. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું.'
પરેશ રાવલે એક દિવસ જ કરી શૂટિંગ
ફિલ્મ 'હેરા ફેરી 3'ના ડાયરેક્ટર પ્રિયદર્શને ખુલાસો કર્યો કે, પરેશ રાવલ પહેલા જ 'હેરા ફેરી 3'નો પ્રોમો શૂટ કરી ચૂક્યા હતા અને એક દિવસ શૂટિંગ કર્યા પછી તે ગાયબ થઈ ગયા. આ ફિલ્મ માટે પરેશને 15 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, જેમાંથી તેમને 11 લાખ રૂપિયા સાઇનિંગ એમાઉન્ટ તરીકે આપવામાં આવ્યા હતા. બાકીના 14 કરોડ 89 લાખ રૂપિયા ફિલ્મ રિલીઝ થયા પછી મળવાના હતા.
