Drishyam 3:અજય દેવગનનો મોટો દાવો-'દ્રશ્યમ 2'ને પણ પાછળ છોડી દેશે 'દ્રશ્યમ 3'

અજયે તેની આ ફિલ્મ અંગે વાત કરી અને જણાવ્યું કે તેમણે મંગળવારે તેની સ્ક્રીનિંગ જોઈ. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 01 Oct 2026 06:07 PM (IST)Updated: Thu, 01 Oct 2026 06:08 PM (IST)
ajay-devgn-claim-drishyam-3-beats-drishyam-2-and-he-revealed-why-franchise-is-ending
(Image Source: AI-Generated)

Drishyam 3:ઓક્ટોબ મહિનો ખૂબ જ ખાસ છે. મહિનાની શરૂઆતમાં થિએટરમાં મોટો ધમાકો થવાનો છે. 2 ઓક્ટોબરના રોજ અજય દેવગનની દ્રશ્યમ 3 રિલીઝ થવા જઈ રહી છે. દ્રશ્યમ ફ્રેંચાઈઝીનો આ અંતિમ ભાગ છે. મૂવીમાં આ વખતે અજય સાથે જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વખતે વિજય સલગાંવકર પોલીસને અન્યત્ર ધ્યાન આપવા માટે એક અંતિમ દાવ રમ્યો.

જ્યારે ફેંસ પણ આ ફિલ્મને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ દરમિયાન હવે ફિલ્મ રિલીઝ અગાઉ અજય દેવગને દ્રશ્યમ 3ને લઈ કંઈક એવો દાવો કર્યો કે જે જેને સાંભળી ફેન્સ ખુશ થઈ જશે. 

હકીકતમાં અજય દેવગન તાજેતરમાં મુંબઈમાં FICCI ફ્રેમ્સ 2026ના એક પેનલમાં સામેલ થયો હતો. આ દરમિયાન અજયે પોતાની ફિલ્મ દ્રશ્યમ 3ને લઈ ખુલ્લીને વાત કરી. આ દરમિયાન અજયે તેની આ ફિલ્મ અંગે વાત કરી અને જણાવ્યું કે તેમણે મંગળવારે તેની સ્ક્રીનિંગ જોઈ. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અજય દેવગન કહે છે કે દ્રશ્યમ 2 થી પણ વધારે સારી છે દ્રશ્યમ 3. અજયના આ દાવાને લઈ ફેન્સની આા ફિલ્મને લઈ વ્યાપક પણે વધી ગઈ છે.

'દ્રશ્યમ 3' વિશે

દ્રશ્યમ ધ કન્ક્લુઝન નું દિગ્દર્શન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દિગ્દર્શક અભિષેક પાઠકે અગાઉ ખુલાસો કર્યો હતો કે તેઓ શરૂઆતમાં ફિલ્મનું નામ દ્રશ્યમ 3 રાખવાનું વિચારી રહ્યા હતા, પરંતુ પછી વિચાર્યું કે તેને ભાગ 3 કહેવાથી લોકો બીજા ભાગની અપેક્ષા રાખશે. જોકે હવે વાર્તાનો અંત આવવાની જરૂર છે તેથી તેનું નામ દ્રશ્યમ ધ કન્ક્લુઝન રાખવામાં આવ્યું છે. જોકે મોટાભાગના લોકો હજુ પણ તેને દ્રશ્યમ 3 કહી રહ્યા છે.