પેરિસમાં Aishwarya Rai ને જોઈને રડી પડી ચાહક, અભિનેત્રીએ જાતે આંસુ લૂંછીને છાની રાખી, જુઓ VIDEO

ઐશ્વર્યા રાયનો પેરિસથી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે રડી રહેલી ચાહકને ભેટીને તેને છાની રાખે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 30 Sep 2025 09:45 AM (IST)Updated: Tue, 30 Sep 2025 09:45 AM (IST)
aishwarya-rai-consoles-emotional-fan-at-special-meet-up-viral-video
Aishwarya Rai

Aishwarya Rai Fan Video: ગ્લોબલ આઇકોન અને ભારતીય સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે લાઇમલાઇટ મેળવી લે છે. પરંતુ આ વખતે તેણે પોતાના લુકથી નહીં બલ્કે પોતાના વર્તનથી લોકોના દિલ જીતી લીધા છે. ઐશ્વર્યા રાયનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે રડી રહેલી ચાહકને ભેટીને તેને છાની રાખે છે.

દીકરી સાથે પેરિસ પહોંચેલી ઐશ્વર્યા

આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેત્રી ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીક માટે પેરિસ પહોંચી હતી. હંમેશની જેમ તે તેની લાડલી દીકરી આરાધ્યા સાથે જોવા મળી હતી. વાયરલ થયેલા વીડિયોમાં ઐશ્વર્યા તેની દીકરી સાથે એક બિલ્ડિંગમાંથી બહાર આવતી જોવા મળી હતી. તેણે સફેદ શર્ટ સાથે નેવી બ્લુ ટ્રાઉઝર અને બ્લેઝર પહેર્યું હતું, જેમાં તેના 'બોસ લેડી' લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ આરાધ્યા ડેનિમ જેકેટ અને બેગી ડેનિમ લુકમાં જોવા મળી હતી.

અભિનેત્રીને જોઈને ચાહક ભાવુક થઈ ગઈ

આ દરમિયાન ઐશ્વર્યા રાયને મળવા માટે તેની એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને તેની પાસે પહોંચી ગઈ. અભિનેત્રીને પોતાની સામે જોઈને તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહીં અને રડવા લાગી. આ સમયે અભિનેત્રીએ તે ચાહકને પોતાનો સમય આપ્યો, તેના આંસુ લૂછ્યા અને તેની સાથે વાત કરીને તેને શાંત કરી. એટલું જ નહીં તેણે તે ચાહક સાથે ફોટો પણ પડાવ્યો.

અભિનેત્રીના વર્તન પર ચાહકો થયા ફિદા

આ વીડિયો વાયરલ થતાં જ ચાહકો ભાવુક થઈ ગયા અને ઐશ્વર્યા રાયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેના દયાળુ સ્વભાવની પ્રશંસા કરી, તો કેટલાકે અન્ય કલાકારોને તેનામાંથી શીખ લેવાની સલાહ પણ આપી દીધી. ઘણા લોકોએ કહ્યું કે ઐશ્વર્યાએ પોતાના આ વર્તનથી દિલ જીતી લીધું છે.