Kajol Video: દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધૂમધામથી મનાવાઈ રહ્યો છે ત્યારે આ તહેવારને લીધે સમગ્ર દેશમાં ખૂશીની લહેર છે. સામાન્ય લોકોથી લઈને બોલિવુડના સ્ટાર સુધી મા દુર્ગાની ભક્તિમાં જોડાતા જોવા મળી રહ્યા છે. દર વર્ષે આ તહેવાર દરમિયાન દુર્ગા પૂજા પંડાલમાં દર્શન કરવા પહોંચતા હોય છે.
બોલિવુડ અભિનેત્રી કાજોલ પણ આ નવરાત્રીમાં પરિવારની સાથે દુર્ગા પૂજા સમારોહમાં પહોંચી હતી. જ્યાં તેણે દેવી માતાના આશીર્વાદ લીધા હતા. અલબત કાજોલ દર વર્ષે માતાના આશીવાર્દ લેવા દુર્ગા પૂજા પંડાલમાં જાય છે. કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં શું છે?
વાઈરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કાજોલ દુર્ગા પૂજા પંડાલમાં દુર્ગા માતાની મૂર્તિની સામે બેસે છે. જ્યાં પહેલાથી જ કેટલીક બીજી મહિલાઓ પણ બેઠી છે, ત્યારબાદ કાજોલ પણ એ મહિલાઓ સાથે જોડાઈ જાય છે.
આ ઉપરાંત કાજોલ લોકોની સાથે ફોટો પણ પડાવે છે. સાથે તે હંમેશાની જેમ પોતાના મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી હતી. દુર્ગા પૂજા પંડાલમાં કાજોલે પીળા રંગની સાડી પહેરી હતી. કાજોલનો આ લૂક ચાહકોને ખુબ પંસદ પડી રહ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
