Aamir Khan News: લાંબા સમયથી ચાહકો બોલિવુડના શાહરૂખ ખાન (Shahrukh Khan), સલમાન ખાન (Salman Khan) અને આમિર ખાન તેમના ચાહકોને એકસાથે સ્ક્રીન પર જોવા માંગે છે. ત્યારે હાલમાં આમિર ખાને પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાતચીત કરી છે.
એકસાથે ફિલ્મ કરવા માંગે છે ત્રણેય ખાન
આમિર ખાને જણાવ્યું કે લગભગ છ મહિના પહેલા શાહરૂખ, સલમાન અને હું સાથે હતા અને અમે આ વિશે વાત કરી હતી. હકીકતમાં મેં જ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મેં શાહરૂખ અને સલમાનને કહ્યું હતું કે જો આપણે ત્રણેય એક સાથે ફિલ્મ નહીં કરીએ તો ખરેખર દુઃખ થશે.
આ પણ વાંચો
સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ - આમીર ખાન
આમિર ખાને કહ્યું કે મને લાગે છે કે સલમાન ખાન અને શાહરૂખ ખાને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. તેઓને પણ લાગ્યું કે આપણે ચોક્કસ કરવું જોઈએ. જો કે આ માટે આપણને સારી વાર્તાની જરૂર છે. અમે સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ. જોકે અમે ત્રણેય પણ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ.
તાજેતરમાં જ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં આમિર ખાને કહ્યું હતું કે હું તાજેતરમાં જ શાહરૂખ ખાન અને સલમાન ખાનને મળ્યો હતો. અમે ત્રણેય આટલા વર્ષોથી એક જ ઉદ્યોગમાં છીએ અને દર્શકો માટે તે ખૂબ જ ખોટું હશે કે જો અમે અમારી કારકિર્દીના આ સમયગાળા દરમિયાન એક સાથે એક ફિલ્મ ન કરીએ. તો ઓછામાં ઓછી એક ફિલ્મ તો ખરી.
