માણાવદર વિધાનસભા બેઠક પરિણામ LIVE: ભાજપના જવાહર ચાવડાની જીત

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Thu, 08 Dec 2022 03:09 PM (IST)Updated: Thu, 08 Dec 2022 03:57 PM (IST)
manavadar-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-jawahar-chavda-bjp-vs-arvind-ladani-congress

માણાવદર વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Manavadar Assembly Constituency Election Result 2022 Result) LIVE : જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના જવાહર ચાવડાની જીત થઈ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની માણાવદર બેઠક પર ભાજપમાંથી જવાહર ચાવડા, કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી અને આપમાંથી કરશન ભાદરકા વચ્ચે ખરાખરીનો જંગ હતો.

માણાવદર બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
જવાહર ચાવડા ભાજપ (જીત)
અરવિંદ લાડાણી કોંગ્રેસ
કરશન ભાદરકા આપ
દેવદાન મુછડીયા બસપા
પરબત કરંગીયા અપક્ષ
ભાવિન રાઠોડ અપક્ષ
રામજી મહેશ અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
માણાવદર બેઠક પર 129517 પુરુષ અને 118997 મહિલા મતદારો મળી કુલ 248514 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 61.16 ટકા મતદાન થયું છે.

માણાવદર બેઠકની રસપ્રદ વિગત
માણાવદર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 85મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ બેઠકમાં માણાવદર તાલુકો, મેંદરડા તાલુકો અને વંથલી તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો. 1995માં રતિલાલ સુરેજાએ કોંગ્રેસના પેથલજી ચાવડાને હરાવીને કોંગ્રેસના વિજયરથને અટકાવ્યો હતો. 2007માં પેથલજીના પુત્ર જવાહર ચાવડાએ રતિલાલ સુરેજાને હરાવીને ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. 2007થી 2017ની વિધાનસભા ચૂંટણી સુધી તેઓ આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા. બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા અને 2019માં પેટાચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ફરી જીત્યા હતા.

શું છે 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 11 પુરુષ અને 3 મહિલા મળી કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 7 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2007થી 2017ની વિધાનસભા ચૂંટણી સુધી તેઓ આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા. 2017માં કોંગ્રેસની ટિકિટ પર જવાહર ચાવડાનો 29763 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 88570 મત મળ્યા હતા. બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા અને 2019માં પેટાચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ફરી જીત્યા હતા.