Gujarat Assembly Election 2022: બોરસદમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ડાન્સરનો ઠુમકા લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 03 Dec 2022 11:48 AM (IST)Updated: Sat, 03 Dec 2022 11:49 AM (IST)
gujarat-assembly-election-2022-dancer-dance-in-congress-election-campaign-in-borsad-video-goes-viral-on-social-media

Gujarat Assembly Election 2022:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે 5 કલાકે શાંત થઈ જશે. બીજા તબક્કાની ચૂંટણી આગામી 5 તારીખે યોજાશે. જેમાં 93 બેઠકો માટે મતદાન થશે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં પક્ષો-ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આણંદના બોરસદમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ડાન્સરનો ઠુમકા લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોના કારણે કોંગ્રેસની ટીકા થઈ રહી છે.

આ વીડિયોમાં એક ડાન્સર આણંદ જિલ્લાની બોરસદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની સભામાં સ્ટેજ ઉપર ડાન્સ કરતી જોવા મળી હતી. આ ડાન્સરનો વીડિયો હાલ વાયરલ થયો છે. ચૂંટણી સભામાં ભીડ એકત્ર કરવા માટે ડાન્સરનો સહારો લેવામાં આવ્યું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ડાન્સરને જોઈ યુવાઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. તેમજ સ્ટેજ પર કોંગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જોવા મળી રહ્યા છે.

જાણો બોરસદ બેઠકની રસપ્રદ વિગત
બોરસદ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 109 નંબરની બેઠક છે. જે આણંદ લોકસભા ક્ષેત્રમાં આવે છે. બોરસદ તાલુકાનું મુખ્ય મથક છે. બોરસદ નગરપાલિકા છે. બોરસદ આણંદથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. બોરસદ ફળદ્રુપ એવાં ચરોતર પ્રદેશમાં આવેલું છે જ્યાં તમાકુ, કેળાં, કપાસ, બાજરી અને અન્ય પાકોની ખેતી થાય છે.

ગુજરાતના પ્રાચીન અને અર્વાચીનમાં બોરસદનું નામ જાણીતું છે. વાલ્મીકી ઋષિના શિષ્ય બદરઋષિના નામ ૫રથી શહેરનું નામ બોરસદ ૫ડ્યું છે. વર્ષ 1553માં અહેમદશાના પૌત્ર મહેમુદ બેગડાના સમયમાં બોરસદમાં વાવ બાંધવામાં આવી જે ખંભાતના વસા સોમાના કુટુંબે બાંધી હતી. આ વાવ સાત માળ અને 13 કમાનો ધરાવે છે. વાવને 100 ૫ગથીયાં છે. દામાજી ગાયકવાડના પ્રતિનિધિ રંગોજીરાવે ઈ.સ. 741માં બોરસદમાં કિલ્લો બંધાવ્યો હતો. જેમાંથી આજે ૫ણ અમદાવાદી દરવાજો હયાત છે.

વર્ષ 1817માં અંગ્રેજોના સમયમાં બોરસદ ખેડા જિલ્લાના તાલુકામાં ફેરવાયું. વર્ષ 1923માં હૈડિયાવેરાના સત્યાગ્રહ વખતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ ૫ટેલ, મહાદેવજી દેસાઈ, વિઠલભાઈ ૫ટેલ દરબાર ગોપાલદાસ વગેરે મહારથીઓની દોરવણી મળી હતી. જે બોરસદ સત્યાગ્રહ તરીકે ઓળખાય છે.