TCS InQuizitive 2026 Ahmedabad: TCS ઇન્ક્વિઝિટિવ 2026 અમદાવાદ એડિશનમાં ઝાયડસ સ્કૂલ ઓફ એક્સલન્સ વિજેતા

TCSની ફ્લેગશિપ ક્વિઝ ભારતભરમાંથી યુવાન પ્રતિભાઓને એકમંચ પર લાવે છે અને તેમને મહત્વપૂર્ણ રીતે વિચારવા, ઇનોવેશન અપનાવવા અને રાષ્ટ્રીય મંચ પર પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાનો પડકાર ફેંકે છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 12 Aug 2026 09:08 PM (IST)Updated: Wed, 12 Aug 2026 09:08 PM (IST)
zydus-school-of-excellence-wins-tcs-inquizitive-2026-ahmedabad-edition

TCS InQuizitive 2026 Ahmedabad: IT સર્વિસિસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ TCS ઇન્ક્વિઝિટિવ 2026ની અમદાવાદ એડિશનનું આયોજન કર્યું હતું, જે એક ફ્લેગશિપ ઇન્ટર-સ્કૂલ ક્વિઝ પ્રોગ્રામ છે. પ્રશ્રોત્તરીના રોમાંચક દિવસે ઝાયડસ સ્કૂલ ફોર એક્સલન્સ, વેજલપુરના અનામયા શર્મા અને પ્રમિતનિલ મેઇતી અમદાવાદ એડિશનના વિજેતા બન્યા હતા. અમદાવાદની ઉદ્યોગસાહિસકતા અને શીખવાની પરંપરામાંથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓએ ક્વિઝની સેમિફાઇનલમાં પહોંચવા શ્રેષ્ઠ જાણકારી, પરસ્પર સહયોગ અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા પ્રદર્શિત કરી હતી.

અમદાવાદ એડિશનમાં 32 સ્કૂલમાંથી 233 ટીમોની ભાગીદારી જોવા મળી હતી, જેમાં આણંદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, વાપી અને ઉદેપુરની સ્કૂલોમા શામેલ હતી. આ ઇવેન્ટમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વડોદરાના ડિરેક્ટર ધર્મેન્દ્ર સિંહ મુખ્ય અતિથિ તરીકે શામેલ થયા હતા તથા તેમની સાથે TCS અમદાવાદના રિજનલ હેડ નમ્રતા સોમાણી પણ ઉપસ્થિત હતા, જેમણે મંચ પર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

AIની ક્ષમતા દર્શાવતી TCS ઇન્ક્વિઝિટિવની ચાલુ વર્ષની એડિશનની થીમ રિયલ-ટાઇમ AI-પાવર્ડ એનાલીટિક્સ હતી,જેથી સહભાગીઓ દરેક રાઉન્ડ પછી પોતાની કામગીરીની વિગત વિસ્તૃત જાણકારી જોઈ શકે અને સુધારા માટે જરૂરી ક્ષેત્રોની ઝડપથી ઓળખ કરી શકે.

 TCS અમદાવાદના રિજનલ હેડ નમ્રતા સોમાણીએ કહ્યું હતું અમદાવાદની ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશનના વારસાને શીખવાની જીવંત સંસ્કૃતિથી પ્રોત્સાહન મળે છે અને ચાલુ વર્ષે TCS ઇન્ક્વિઝિટિવના સહભાગીઓએ એ જ ભાવના દર્શાવી છે. વિદ્યાર્થીઓમાં જે જબરદસ્ત ઉત્સાહ, જાણકારી અને હળીમળીને કામ કરવાની ભાવના જોવા મળી, એ અમારા યુવાનોની અપાર ક્ષમતાને ફરી સાબિત કરે છે.

ધોરણ 8થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આયોજિત TCS ઇન્ક્વિઝિટિવમાં શીખવાનો અને રોમાંચના સમન્વય ધરાવતી શાનદાર ફોર્મેટ જોવા મળે છે, જેમાં શિક્ષણ, મનોરંજન, રમતગમત, બિઝનેસ ટ્રેન્ડ, જાહેરાત અને સોશિયલ મીડિયા જેવા અનેક વિષયો શામેલ હોય છે.

પોતાના 28મા વર્ષમાં આ કોમ્પિટિશન ભારતનું સૌથી પ્રતિષ્ઠિત ઇન્ટર-સ્કૂલ ક્વિઝ પ્લેટફોર્મ બની ગઈ છે, જે વિદ્યાર્થીઓની અનેક પેઢીઓને નવા વિચારો શોધવા, પોતાના દ્રષ્ટિકોણને વ્યાપક બનાવવા અને આસપાસની દુનિયાની ઊંડી સમજણ વિકસાવવા પ્રેરિત કરે છે.