પશ્ચિમ રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ મોટી ભરતી: ખેલાડીઓ માટે અરજી કરવાની સુવર્ણ તક, જાણો

પશ્ચિમ રેલ્વે (RRC WR) દ્વારા રમતગમત કોટા હેઠળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત, વયમર્યાદા, રમતોની યાદી અને અરજી કરવાની માહિતી અહીં મેળવો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 28 Aug 2026 10:05 AM (IST)Updated: Fri, 28 Aug 2026 10:05 AM (IST)
western-railway-recruitment-2026-sports-quota-apply-online

Western Railway Recruitment 2026: પશ્ચિમ રેલ્વેના રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા રમતગમત ક્ષેત્રે જોડાયેલા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કુલ 64 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેને અનુસંધાને બોલ બેડમિન્ટન, ક્રિકેટ અને બોક્સિંગ જેવી વિવિધ રમતોના ખેલાડીઓ 64 પદો માટે અરજીપાત્ર છે.

કઈ રમત ક્ષેત્રના ખેલાડીઓ અરજી કરી શકે?

અરજી કરનાર ખેલાડી બોલ બેડમિન્ટન, એથ્લેટિક્સ, બોડી બિલ્ડીંગ, બોક્સિંગ, હોકી, હેન્ડબોલ, વોલીબોલ, વેઇટલિફ્ટિંગ, પાવરલિફ્ટિંગ અને કુશ્તી સહિતની કુલ 11 રમતો સાથે સંકળાયેલા હોવા જોઈએ

તારીખ, વયમર્યાદા અને લાયકાત

સ્પોર્ટ્સ ક્વોટામાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો 1 સપ્ટેમ્બર 2026થી સવારના 10 વાગ્યાથી અરજી કરી શકશે, અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 સાંજે 6 વાગ્યા સુધીમાં અરજી કરી શકે છે. ઉમેદવારોની વયમર્યાદાની વાત કરવામાં આવે તો, 1 જાન્યુઆરી 2027ના રોજ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે. તેમજ પદ પ્રમાણે, ધોરણ 10, ITI, ધોરણ 10 અથવા ગ્રેજ્યુએશનની લાયકાત માંગવામાં આવી છે.

રમત પ્રમાણે પાત્રતાની મુખ્ય શરતો:

  • બેડમિન્ટન: 17 ડિસેમ્બર 2025 પછીની BBFI માન્ય સ્પર્ધાની સિદ્ધિ ધરાવતા હોવા જોઈએ.
  • હોકી: રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ.
  • વોલીબોલ: 2 જાન્યુઆરી 2017 બાદની વોલીબોલ મહાસંઘની સિદ્ધિઓ માન્ય રહેશે નહીં.
  • પાવરલિફ્ટિંગ: 3 ઓક્ટોબર 2017 બાદની IPF માન્ય સ્પર્ધાની સિદ્ધિઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
  • બોક્સિંગ: 25 સપ્ટેમ્બર 2016 બાદની આંતરરાષ્ટ્રીય યુથ સિદ્ધિઓ જુનિયર સમકક્ષ ગણાશે.
  • એથ્લેટિક્સ: રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા ખેલાડીઓને પ્રાથમિકતા.
  • ક્રિકેટ: રાષ્ટ્રીય મુખ્ય સ્પર્ધા અથવા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલા ખેલાડીઓ પાત્ર છે.