UPSC સિવિલ સર્વિસિસ IFS મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ ઈશ્યુ થયું, ડાઉનલોડ કરવા આ પ્રક્રિયા કરો

Union Public Service Commission:UPSC IFS Mains Admit Card 2026:યુનિયન પબ્લિક કમિશન સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 14 Nov 2026 02:07 PM (IST)Updated: Sat, 14 Nov 2026 02:07 PM (IST)
upsc-civil-services-ifs-main-examination-admit-card-issued-follow-this-process-to-download-it

Union Public Service Commission:UPSC IFS Mains Admit Card 2026:યુનિયન પબ્લિક કમિશન સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યું છે. જે પણ અરજદાર પ્રાઈમરી પરીક્ષામાં સફળ થયા હતા તેઓ હવે મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે UPSC IFS Mains Admit Card 2026 ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ હવે અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અરજદારે લોગ ઈનને લગતી વિગતોનો ઉપયોગ કરવાનો રહેશે.

UPSC સિવિલ સર્વિસ IFS મેઈન પરીક્ષાનું એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં દર્શાવવામાં આવેલ પગલાંનો ઉપયોગ કરી શકાય છે.

  • સૌ પ્રથમ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે UPSCની અધિકૃત વેબસાઈટ upsc.gov.in મુલાકાત કરો.
  • વેબસાઈટન હોમપેજ પર એડમિટ કાર્ડ સેક્શન પર ક્લિક કરો.
  • હવે UPSC IFS Mains Admit Cards 2026 લિંક પર ક્લિક કરો.
  • લિંક પર ક્લિક કર્યાં બાદ લોગ ઈનને લગતી વિગતો ભરો
  • લોગ ઈનને લગતી વિગતો ભર્યાં બાદ એડમિટ કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે.
  • છેલ્લે તેની એક પ્રિન્ટ આઉટ કાઢી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં યુનિયન પબ્લિક સર્વિસિસ કમિશન એટલે કે UPSCની આ પરીક્ષા કેટલાક તબક્કામાં વિવિધ સ્તર પર યોજાતી હોય છે અને આ માટે વિવિધ શૈક્ષણિક યોગ્યતાની જરૂર પડતી હોય છે. ઉમેદવારો આ માટે UPSCની અધિકૃત વેબસાઈટ પર જઈને સંબંધિત વિભાગની પરીક્ષા અને તેની કેટેગરીની પસંદગી કરીને તેમાંથી વધુ માહિતી મેળવી શકે છે. 

આ પરીક્ષા આગામી 22થી 29 નવેમ્બર દરમિયાન યોજાશે. આ સંજોગોમાં ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એડમિટ કાર્ડમાં પોતાના નામ સાથે એક્ઝામને લગતું કેન્દ્ર અંગે યોગ્ય તપાસ કરીને તેને ધ્યાનમાં લે.