SBI Clerk Prelims Result 2026:ટૂંક સમયમાં જાહેર થશે SBI Clerk Prelimsનું રિઝલ્ટ, સ્કોરબોર્ડ ડાઉનલોડ કેવી રીતે કરશો તે જાણો

SBI Clerk Prelims Result 2026:જાહેર સેક્ટરની અગ્રણી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)માં જુનિયર એસોસિએટ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Nov 2026 03:08 PM (IST)Updated: Wed, 18 Nov 2026 03:08 PM (IST)
sbi-clerk-prelims-results-to-be-declared-soon-follow-this-process-to-download-your-scoreboard

SBI Clerk Prelims Result 2026:જાહેર સેક્ટરની અગ્રણી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)માં જુનિયર એસોસિએટ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ પરીક્ષાની મુખ્ય પરીક્ષા 26-27 નવેમ્બર 2026ના રોજ યોજાવાની છે ત્યારે તેની પ્રાથમિક પરીક્ષાના પરિણામોની લાખો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે.

આ પરીક્ષાના પરિણામો ઓનલાઈન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)ની વેબસાઈટ sbi.co.in પર જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારો વેબસાઈટ પર રહેલા પેજ પરથી ડાયરેક્ટ લિંકથી રિઝલ્ટ તાસી સ્કોરકાર્ડને ડાઉનલોડ કરી શકે છે.

ઉમેદવારો તેમની પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ડાયરેક્ટ વેબસાઈટ પર નીચે દર્શાવવામાં આવેલ પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરીને રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે.

  • આ માટે સૌથી પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા-SBIની અધિકૃત વેબસાઈટ sbi.co.in પર જાઓ.
  • ત્યારબાદ વેબસાઈટના હોમ પેજ પર કરિયરમાં જઈને રિક્રુટમેન્ટ સંબંધિત રિઝલ્ટની લિંક પર ક્લિક કરવાની રહેશે.
  • ત્યારબાદ અરજદારે તેમની એપ્લિકેશન નંબર કે રજિસ્ટ્રેશન નંબર નાંખીને પાસવર્ડ રજિસ્ટર્ડ કરીને લોગઈન કરવાનું રહેશે.
  • હવે તમારે સ્કોરકાર્ડ સ્ક્રીન પર ઓપન થઈ જશે, જ્યાં તેઓ સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી રિઝલ્ટને લગતી તપાસ કરી શકે છે.

 સંભવિત કટઓફ, રાજ્ય પ્રમાણે

રાજ્ય કટઓફ માર્ક
બિહાર 74
પશ્ચિમ બંગાળ 81.5
મહારાષ્ટ્ર 65.53
 મધ્ય પ્રદેશ 81.0
ઉત્તર પ્રદેશ 79.5
રાજસ્થાન 77
દિલ્હી 78.25
જમ્મુ-કાશ્મીર  69
આંધ્ર પ્રદેશ 60.5
ત્રિપુરા 76.5
છત્તીસગઢ 72.25
ઓડિશા 82.75
 આસામ 76
તેલંગાણા 52.5
હિમાચલ પ્રદેશ  81.5
ગુજરાત 72.25
પંજાબ 80.75
કર્ણાટક 61
કેરળ 74

કયા રાજ્યમાં કેટલી જગ્યા છે

રાજ્યો પ્રમાણે જગ્યા અંગે વાત કરીએ તો ગુજરાતમાં 330 જગ્યા, કર્ણાટકમાં 760, મધ્ય પ્રદેશમાં 113 જગ્યા, છત્તીસગઢમાં 287 જગ્યા, ઓડિશામાં 1100 જગ્યા, હિમાચલ પ્રદેશમાં 9 જગ્યા, તમિલનાડુમાં 1410 જગ્યા, મહારાષ્ટ્રમાં 1718 જગ્યાનો સમાવેશ થાય છે.