રેલવે ગ્રુપ-D CBT 1 પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, 16 નવેમ્બરથી સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકાશે

રેલવેની ગ્રુપ પરીક્ષાને લઈ ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રેલવે બોર્ડની CBT-1 પરીક્ષાને લગતા CBT-I Result 2026 જાહેર કર્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 02:25 PM (IST)Updated: Fri, 13 Nov 2026 02:25 PM (IST)
railway-groupd-cbt-1-exam-results-declared-scorecards-will-be-available-for-download-starting-november-16

RRB Group D CBT-I Result 2026: રેલવેની ગ્રુપ પરીક્ષાને લઈ ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રેલવે બોર્ડની CBT-1 પરીક્ષાને લગતા CBT-I Result 2026 જાહેર કર્યાં છે. ગ્રુપ-ડીની પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઈટ પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે.

રેલવે ગ્રુપ-D CBT-1 પરીક્ષાના રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. અહીં દર્શાવવેલ પગલાનું પાલન કરીને તમે રિઝલ્ટને તપાસી શકાય છે.

  • સૌ પ્રથમ રિઝલ્ટ ડાઉનલોડ કરવા સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
  • વેબસાઈટના હોમપેજ પર રિઝલ્ટ સેક્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ RRB Group D CBT-I Result 2026 લિંક પર ક્લિક કરો.
  • લિંક પર ક્લિક કર્યાં બાદ રિઝલ્ટ સ્ક્રીન પર ઓપન
  • અંતમાં એક જ પ્રિન્ટ આઉટ પણ કાઢી લેવી જોઈએ.

RRB તરફથી ગ્રુપ-D CBT-1 પરીક્ષાનુ આયોજન દેશભરના વિવિધ એક્ઝામ સેન્ટરમાં 3થી 25 ઓગસ્ટ 2026 દરમિયાન યોજવામાં આવી હતી. પરીક્ષા બાદ આ અંગેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ ભરતી મારફતે કૂલ 22100થી વધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ઉમેદવારોને પરીક્ષામાં પ્રાપ્ત ગુણોની માહિતી 16 નવેમ્બર 2026ના રોજ જોવા મળશે. RRB તરફથી 16 નવેમ્બર 2026ના રોજ સ્કોરકાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પરથી તેમનો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આ સંજોગોમાં તમામ અરજદારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવા માટે લગિન ક્રેડેન્શિયલને અગાઉથી સંભાળી રાખવું.

અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા વિવિધ વર્ગોમાં સતત સતત ભરતી કરવામાં આવી રહી છે. દેશના વિવિધ શહેરોમાં વિવિધ વર્ગોમાં વર્ગ 4માં તથા વર્ગ 3માં વ્યાપક ભરતી આગામી ટૂંક સમયમાં શરૂ થશે. આ સંજોગોમાં રેલવેમાં વ્યાપક પ્રમાણમાં નોકરીની તકોનું સર્જન થવા જઈ રહ્યું છે અને તેને લઈ શૈક્ષણિક યોગ્યતાના આધારે આ  માટેની પરિક્ષા આપી શકાય છે.