NTA AISSEE 2027:દેશની સૈનિક સ્કૂલમાં એડમિશન માટે શરૂ થઈ અરજી કરવાની પ્રક્રિયા, 31 જાન્યુઆરીના રોજ યોજાશે એક્ઝામ

NTA AISSEE 2027:નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્નારા ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રેન્સ એક્ઝામ AISSEE માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. અરજદાર આ પરીક્ષામાં અરજી કરવા માટે NTAની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Nov 2026 11:25 AM (IST)Updated: Mon, 09 Nov 2026 11:25 AM (IST)
nta-aissee-2027-opportunity-to-apply-for-admission-to-sainik-schools-until-this-date-exam-to-be-held-in-two-shifts-on-january-31

NTA AISSEE 2027:નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્નારા ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રેન્સ એક્ઝામ AISSEE માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. અરજદાર આ પરીક્ષામાં અરજી કરવા માટે NTAની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. આ પરીક્ષામાં અરજી કરવાની અંતિમ તારીખ 02 ડિસેમ્બર 2026 નક્કી કરી છે. આ સાથે જ ફોર્મમાં સુધારો કરવા માટે અરજદારે 06થી 09 ડિસેમ્બર 2026 સુધી તક આપવામાં આવશે.

NTA તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે AISSEE 2027ના આયોજન 31 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવશે. જોકે એક્ઝામ અગાઉ NTA દ્વારા સિટી સ્લિપ પણ ઈશ્યુ કરવામાં આવશે. સિટી સ્લિપની મદદથી જ અરજદાર આ તપાસ કરી શકે છે કે તેમના બાળકો એક્ઝામ સેન્ટર આ શહેરમાં છે. અલબત સિટી સ્લિપ 11 જાન્યુઆરી અને એડમિટ કાર્ડની જાહેરાત 25 જાન્યુઆરી 2027ના રોજ કરવામાં આવશે.

AISSEE માટે અરજદાર અરજી કરવા યોગ્યતા ધરાવશે, જે તેમના બાળકોના એડમિશન ધોરણ 6 અને ધોરણ 9માં કરવા ઈચ્છે છે.

ધોરણ 6 અને ધોરણ 9 પ્રવેશ પરીક્ષામાં અરજી કરવા માટે રજિસ્ટ્રેશન ફીની ચુકવણી કરવી જરૂરી છે. બિનઅનામત કેટેગરી જેવી કે જનરલ અને OBC વિદ્યાર્થી માટે રૂપિયા 850 અને SC અને ST કેટગરી વિદ્યાર્થી માટે રજિસ્ટ્રેશન ફી રૂપિયા 700 નક્કી કરવામાં આવી છે.

પરીક્ષાની પેટર્ન વિશે માહિતી જાણો

ધોરણ 6 પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીથી 300 પોઇન્ટના 125 મલ્ટીપલ પ્રકારના પ્રશ્ન અને ધોરણ 9ની પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીને 400 પોઇન્ટના 150 મલ્ટીપલ પ્રશ્ન પૂછશે. ધોરણ-6ના પરીક્ષા 150 મિનિટ માટે અને ધોરણ-9 પરીક્ષા 180 મિનિટ માટે યોજવામાં આવશે.