NEET PG 2026: NBEMS દ્વારા સ્કોરકાર્ડ અને આન્સર કી જાહેર, જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ

ઉમેદવારો NBEMS વેબસાઈટ પર લોગઈન ક્રેડેન્શિયલ્સ દાખલ કરીને સ્કોરકાર્ડ અને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 01 Oct 2026 11:32 AM (IST)Updated: Thu, 01 Oct 2026 11:32 AM (IST)
neet-pg-2026-score-card-answer-key-announced-how-to-download-nbems-website
NEET PG Score Card 2026

NEET PG Score Card 2026: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા NEET PG પરીક્ષા 2026 આપનાર તમામ ઉમેદવારો માટે ઈન્ડિવિજ્યુઅલ સ્કોરકાર્ડ (Scorecard) અને આન્સર કી (Answer Key) જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે તમામ ઉમેદવારો સત્તાવાર NBEMS વેબસાઈટ પર પોતાના લોગઈન ક્રેડેન્શિયલ્સ દાખલ કરીને સ્કોરકાર્ડ અને આન્સર કી ડાઉનલોડ (Download) કરી શકે છે.

સ્કોરકાર્ડની ડાયરેક્ટ લિંક 6 મહિના સુધી એક્ટિવ

NBEMS દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર નોટિસ અનુસાર, સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક વેબસાઈટ પર આગામી 6 મહિના સુધી જ એક્ટિવ રહેશે. આથી પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરીને ભવિષ્યના ઉપયોગ માટે સુરક્ષિત રાખી લેવું.

આન્સર કી પણ જાહેર, વાંધો નોંધાવાની તક નહીં

NBEMS દ્વારા પરીક્ષાના તમામ સેટ્સની આન્સર કી (Answer Key) પણ જારી કરી દેવામાં આવી છે. ઉમેદવારો પોતાના એપ્લિકન્ટ લોગઈનમાં જઈને ઉત્તર કૂંચી એટલે કે આન્સર કી ચકાસી શકે છે. આ આન્સર કી પર કોઈ પણ પ્રકારની આપત્તિ (Objection) નોંધાવવાની તક આપવામાં આવી નથી.

માહિતી કે પ્રશ્ન માટે હેલ્પલાઈન અને વેબસાઈટ

ઉમેદવારોને પરીક્ષા કે સ્કોરકાર્ડ સંબંધિત કોઈપણ માહિતી અથવા સહાયતા માટે સંપર્ક કરવા જણાવાયું છે:

ઓફિશિયલ વેબસાઈટ: ઉમેદવારો natboard.edu.in પર જઈને પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

સંપર્ક નંબર: NBEMS હેલ્પલાઈન નંબર 11-45593000 પર સંપર્ક કરી શકાશે.

વેબ પોર્ટલ: કોઈપણ પૂછપરછ માટે કમ્યુનિકેશન વેબ પોર્ટલની exam.natboard.edu.in/communication.php?page=main મુલાકાત લઈ શકાશે.

NEET PG 2026 Result: કેટેગરી વાઈઝ કટ-ઓફ

NEET PG 2026 પરીક્ષાનું પરિણામ 24 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં કેટેગરી વાઈઝ નિર્ધારિત કરાયેલા કટ-ઓફ માર્ક્સની વિગતો મુજબ:

  • General/EWS કેટેગરી: 720 માંથી 262 માર્ક
  • General/PwBD કેટેગરી: 720 માંથી 244 માર્ક
  • SC/ST/OBC (PwBD) કેટેગરી: 720 માંથી 226 માર્ક