IIMA MBA Program:દેશનું લીડીંગ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ તેના બિઝનેસ એનાલિટિક્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ (BPGP: BA & AI) ની બીજી બેચ માટે પ્રવેશની જાહેરાત કરી છે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને સાહસિકો માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ એવા બિઝનેસ લીડર્સની વધતી જતી જરૂરિયાતને પૂરી કરે છે જેઓ જટિલ ડેટાને સમજી શકે, નવી ટેકનોલોજીનું મૂલ્યાંકન કરી શકે અને વ્યૂહાત્મક તેમજ ઓપરેશનલ નિર્ણયોમાં એનાલિટિકલ વિચારનો ઉપયોગ કરી શકે.
BPGP BA & AI ની બીજી બેચની જાહેરાત પર વાત કરતા IIMAના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે,અમે IIM અમદાવાદમાં જે સૌથી મહત્વપૂર્ણ બાબતો શીખવીએ છીએ તેમાંની એક છે કે કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા સમસ્યાની બારીકાઈથી તપાસ કરવી. આજે મેનેજર્સ પાસે વધુને વધુ અત્યાધુનિક એનાલિટિકલ ટૂલ્સની સુવિધા છે, પરંતુ તેમણે આ ટૂલ્સથી મળતા જવાબો પાછળની ધારણાઓ અને તેની મર્યાદાઓને પણ સમજવી જરૂરી છે. આ પ્રોગ્રામની બીજી બેચ દ્વારા, અમે ભાવિ બિઝનેસ લીડર્સમાં ટેકનિકલ ક્ષમતા, સ્વતંત્ર વિચારસરણી અને મેનેજર તરીકેની જવાબદારીના આ સમન્વયને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.
AI અને આ પ્રોગ્રામના મહત્વ વિશે ઉમેરતા ચંદ્રિકા ટંડને જણાવ્યું હતું કે,આપણી પાસે પાવરફૂલ ટૂલ્સ છે, પરંતુ માત્ર ટૂલ્સ જ આપણને નહીં બતાવે કે કઈ સમસ્યાઓ પર ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે અમે કૃષ્ણામૂર્તિ ટંડન સ્કૂલ ઓફ એઆઈની કલ્પના કરી હતી, ત્યારે અમે ઇચ્છતા હતા કે મુખ્ય ભાર લોકો, સંસ્થાઓ અને હેતુ પર રહે. મને આશા છે કે આ પ્રોગ્રામ મેનેજર્સને ક્રિટીકલી વિચારવા અને એવા ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરશે જે અર્થતંત્ર અને સમાજ બંને માટે ઉપયોગી નિવડે.
પ્રોગ્રામ વિશે વાત કરતા BPGP: BA & AI, IIMAના ચેરપર્સન પ્રોફેસર અનિંદ્ય એસ. ચક્રવર્તીએ કહ્યું કે અમે આ વિષયવસ્તુને એવી રીતે ડિઝાઇન કરી છે કે જેમાં મેથેમેટિકલ મોડેલિંગ, પ્રોગ્રામિંગ અને મશીન લર્નિંગને ફાઇનાન્સ અને સ્ટ્રેટેજી જેવા કોર મેનેજમેન્ટ વિષયો સાથે સાંકળવામાં આવ્યા છે.
