UG-PG Course: નોકરિયાતો-ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ ગુજરાત યુનિવર્સિટી, આ 6 કોર્સમાં કરી શકો છો અરજી

ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ અને આર્ટસ સહિતની વિદ્યાશાખાના UG-PG ના 3-3 મળીને કુલ 6 કોર્સ શરૂ કર્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Feb 2026 05:04 PM (IST)Updated: Tue, 24 Feb 2026 05:04 PM (IST)
gujarat-university-started-6-courses-of-ug-pg-including-science-commerce-and-arts
HIGHLIGHTS
  • ગુજરાત યુનિવર્સિટીએ 6 UG-PG કોર્સ શરૂ કર્યા
  • સાયન્સ, કોમર્સ અને આર્ટસ સહિતની વિદ્યાશાખા
  • નોકરિયાત અને ગૃહિણીઓ પણ આ કોર્સ કરી શકશે

Gujarat University UG-PG Course: ભારતમાં નોકરિયાતો કે ગૃહિણીઓ રેગ્યુલર ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં આવા લોકો પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ભણવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ અને આર્ટસ સહિતની વિદ્યાશાખાના UG-PG ના 3-3 મળીને કુલ 6 કોર્સ શરૂ કર્યા છે.

ગુજરાત યુનિવર્સિટીએ કુલ 6 કોર્સ શરૂ કર્યા

અમદાવાદમાં સ્થિત ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ અને આર્ટસ સહિતની વિદ્યાશાખાના UG ના 3 અને PG ના 3 એમ કુલ 6 કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને નોકરિયાતો કે ગૃહિણીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ભણવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોર્સની સંપૂર્ણ રૂપરેખા આગામી દિવસોમાં ઘડવામાં આવશે.

આ રીતે કરો અરજી

ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઇન એજ્યુકેશન (CODE) દ્વારા કરેલી જાહેરાત મુજબ આ 6 કોર્સમાં પ્રવેશ માટે 25 માર્ચ સુધી અરજી કરી શકાશે. ઇચ્છુક ઉમેદવારો https://online.gujaratuniversity.ac.in/ વેબસાઇટ પર શૈક્ષણિક ડિગ્રી, પ્રક્રિયા સહિતની બાબતોની ચકાસણી કરીને પ્રવેશ મેળવી શકશે.

UG કોર્સ

  • બેચલર ઓફ આર્ટ્સ (BA અંગ્રેજી)
  • બેચલર ઓફ કોમર્સ (BCom)
  • બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (BCA)

PG કોર્સ

  • માસ્ટર ઓફ આર્ટ્સ (MA અંગ્રેજી)
  • માસ્ટર ઓફ કોમર્સ (MCom)
  • માસ્ટર ઓફ સાયન્સ (MSc)

UG-PG કોર્સની વિશેષતા

  • પ્રત્યેક કોર્સની પ્રતિ સેમેસ્ટર રૂ.6000 ફી
  • UGC માન્યતા પ્રાપ્ત સત્તાવાર ઓનલાઇન ડિગ્રી
  • એક સાથે 2 ડિગ્રી
  • નિયમિત UG-PG કોર્સ કરતા વિદ્યાર્થીઓ માટે પણ તક
  • નોકરિયાત અને ગૃહિણીઓ ભણી શકશે

કોર્સમાં આ વિષયવસ્તુને આવરી લેવાશે

  • BA અંગ્રેજીમાં ગુજરાતીમાં અનુવાદ, કન્ટેન્ટ રાઈટિંગ સહિતની તમામ બાબતો
  • BCom માં એકાઉન્ટન્સીને લગતી બાબતો
  • કમ્પ્યુટરના કોર્સમાં વર્તમાન સમયની માંગને આવરી લેવાશે

કોર્સની રૂપરેખા ઘડવાની પ્રક્રિયા ચાલુ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં નોકરિયાતો કે ગૃહિણીઓ રેગ્યુલર ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં આવા લોકો પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ભણવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોર્સની સંપૂર્ણ રૂપરેખા ઘડવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં CODE ના ડાયરેક્ટર ડૉ. જગદીશ જોષીએ જણાવ્યું કે, ભારતમાં NEP-2020 માં GER (ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) 1947થી 2026 સુધીમાં 26 ટકાએ પહોંચ્યો છે. જે 2035 માં 50 ટકા કરવાનો લક્ષ્યાંક છે. જેને પહોંચી વળવા આવશ્યકતા મુજબની કોલેજ અને યુનિવર્સિટીની સંખ્યામાં વધારો કરવો શક્ય નથી. તેથી ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી વિવિધ પ્રકારના યુજી અને પીજી લેવલના કોર્સ શરૂ કર્યા છે.