Gujarat TAT-S 2026: 14 સપ્ટેમ્બરથી આ રીતે ડાઉનલોડ કરો મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

Gujarat TAT S Mains Hall Ticket 2026: રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા 20 સપ્ટેમ્બર 2026 ના રોજ લેવાનારી Gujarat TAT-S મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ 14 સપ્ટેમ્બરથી sebexam.org પર ડાઉનલોડ કરી શકાશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 11 Sep 2026 10:31 AM (IST)Updated: Fri, 11 Sep 2026 10:31 AM (IST)
gujarat-tat-s-mains-hall-ticket-2026-download-admit-card-from-september-14-at-sebexamorg

Gujarat TAT S Mains Hall Ticket 2026: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સેકેન્ડરી ટીચર એપ્ટીટ્યૂડ ટેસ્ટ (TAT-S)ની મુખ્ય પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ 14 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ sebexam.org પર બપોરે 02:00 વાગ્યાથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની લિંક એક્ટિવ થઈ જશે. પ્રિલિમ્સ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં હાજર થઈ શકશે. આ લેખમાં પરીક્ષાને લગતી મહત્વની વિગતો જાણો.

TAT-S મુખ્ય પરીક્ષા ક્યારે યોજાશે?

રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર સૂચના અનુસાર, Gujarat TAT-S ની મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાશે. આ પરીક્ષા બે અલગ-અલગ શિફ્ટમાં લેવામાં આવશે. નોંધનીય છે કે, TAT-S ની પ્રિલિમિનરી પરીક્ષા 03 મે 2026 ના રોજ યોજાઈ હતી અને તેનું પરિણામ 04 જુલાઈ 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રિલિમ્સમાં શાનદાર પ્રદર્શન કરી મેરિટમાં સ્થાન મેળવનાર કુલ 1,92,879 ઉમેદવારોની મુખ્ય પરીક્ષા માટે પસંદગી કરવામાં આવી છે.

આયોજક સંસ્થા
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર, ગુજરાત
પરીક્ષાનું નામ
ટીચર એપ્ટીટ્યૂડ ટેસ્ટ (માધ્યમિક) - TAT-S 2026
જાહેરાત ક્રમાંક RPB/TAT-S/2026/5736-49
પરીક્ષાની તારીખ 03 મે 2026
ફાઈનલ આન્સર કી જાહેર થવાની તારીખ 25 જૂન 2026
પરિણામ જાહેર થવાની તારીખ 04 જુલાઈ 2026
મુખ્ય પરીક્ષાની તારીખ 20 સપ્ટેમ્બર 2026
સત્તાવાર વેબસાઇટ sebexam.org

TAT-S Mains પરીક્ષાનું માળખું કેવું રહેશે?

મુખ્ય પરીક્ષા સંપૂર્ણપણે વર્ણનાત્મક (Descriptive) પ્રકારની રહેશે, જેમાં કુલ 2 પેપર આપવાના રહેશે.

પેપર 1: ભાષાકીય કૌશલ્ય (ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પેપર)
પેપર 2: તમામ ઉમેદવારો માટે સામાન્ય પેપર રહેશે.

ઉમેદવારોએ નોંધ લેવી કે, પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડ વિના કોઈ પણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. તેથી સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરી તેની હાર્ડ કોપી (પ્રિન્ટ) પોતાની સાથે રાખવી ફરજિયાત છે.

Gujarat TAT-S Mains Hall Ticket 2026 કેવી રીતે ડાઉનલોડ કરવું?

સત્તાવાર વેબસાઇટ પર 14 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે 02:00 વાગ્યે લિંક સક્રિય થયા બાદ, ઉમેદવારો નીચે આપેલા સરળ સ્ટેપ્સને અનુસરીને પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે:

  • સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ sebexam.org પર જાઓ.
  • હોમપેજ પર ઉપરની બાજુએ આપવામાં આવેલી 'Print Hall Ticket' લિંક પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર ખુલતા નવા પેજમાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ (DOB) દાખલ કરો.
  • માહિતી ભર્યા બાદ 'Submit' બટન પર ક્લિક કરો.
  • હવે તમારું ઈ-એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે, જેને ડાઉનલોડ કરી લો અને પરીક્ષા માટે તેની સ્પષ્ટ પ્રિન્ટ કાઢી લો.