Gujarat Medical-Dental Admission Process: ગુજરાતમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. રાજ્યની વિવિધ સરકારી અને ખાનગી કોલેજોની કુલ 8,755 બેઠકો પર પ્રવેશ મેળવવા માટે આજથી એટલે કે 24 ઓગસ્ટથી પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.
ચોઈસ ફીલિંગનો સમયગાળો અને બેઠકોની સ્થિતિ
પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, પ્રથમ રાઉન્ડ માટેની ચોઈસ ફીલિંગની પ્રક્રિયા 27 ઓગસ્ટ સુધી ચાલશે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ પાસે વિવિધ કુલ 8,755 બેઠકો પર પ્રવેશ મેળવવાની તક છે.
મેડિકલ (MBBS) બેઠકો: 7,500
ડેન્ટલ (BDS) બેઠકો: 1,255
બીજી તરફ, ઓલ ઈન્ડિયાક્વોટા (AIQ) નો પ્રથમ રાઉન્ડ અગાઉ 21 ઓગસ્ટે યોજાવાનો હતો, પરંતુ કોઈ કારણસર તે યોજાઈ શક્યો નથી. જેથી આ સમગ્ર કાર્યક્રમ પણ પાછો ઠેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
મેડિકલ અને ડેન્ટલ બેઠકોનું વર્ગીકરણ
આ વર્ષે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ આપવા માટે બેઠકોનું કેટેગરી અને સંસ્થાવાર વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
સીટ મેટ્રીક્સ મુજબ ક્વોટા વાઈઝ બેઠકો (MBBS)
| ક્વોટાનું નામ | બેઠકોની સંખ્યા (Number of Seats) |
|---|---|
| સ્ટેટ ક્વોટા (State Quota) | 5,891 |
| એનઆરઆઈ ક્વોટા (NRI Quota) | 862 |
| મેનેજમેન્ટ ક્વોટા (Management Quota) | 430 |
| ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) | 317 |
સ્ટેટ ક્વોટા અંતર્ગત પેટા-બેઠકોની વહેંચણી
એસ.સી. ક્વોટા (SC Quota): 412 બેઠકો
એસ.ટી. ક્વોટા (ST Quota): 884 બેઠકો
કોલેજના પ્રકાર મુજબ MBBS બેઠકો
| કોલેજનો પ્રકાર | MBBS બેઠકોની સંખ્યા |
|---|---|
| સરકારી મેડિકલ કોલેજ | 1,450 |
| ખાનગી મેડિકલ કોલેજ | 3,450 |
| GMERS કોલેજો | 2,100 |
| મ્યુનિસિપલ વિથ લોકલ કોલેજો | 500 |
| કુલ બેઠકો (Total Seats) | 7,500 |
ડેન્ટલ બેઠકોની વિગતો
સરકારી ડેન્ટલ કોલેજ: 250 બેઠકો
ખાનગી ડેન્ટલ કોલેજ: 1005 બેઠકો
ફાઈનલ મેરિટ: 15,954 વિદ્યાર્થીઓ રેસમાં
ચાલુ વર્ષે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે શરૂઆતમાં કુલ 16,430 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી જાહેર થયેલા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં 15,651 વિદ્યાર્થીઓ આવ્યા હતા. જોકે, પ્રવેશ સમિતિ દ્વારા દસ્તાવેજોની ચકાસણી બાદ જાહેર કરાયેલા ફાઈનલ મેરિટ લિસ્ટમાં નવા 303 વિદ્યાર્થીનો ઉમેરો થયો છે, જેના લીધે હવે કુલ 15,954 વિદ્યાર્થીઓ મેરિટની રેસમાં સામેલ થયા છે.
ઊંચો સ્કોર છતાં 471 વિદ્યાર્થીઓ ગેરલાયક
ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થવાની સાથે જ પ્રવેશ સમિતિ દ્વારા ચકાસણી કડક બાદ 471 વિદ્યાર્થીઓને વિવિધ ક્ષતિઓ અને કારણોસર પ્રવેશ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ગેરલાયક ઠરેલા ઉમેદવારોમાં એક એવોવિદ્યાર્થી પણ સામેલ છે જેનો NEET સ્કોર 622 જેટલો ખૂબ જ ઊંચો હતો. પરંતુ, આ વિદ્યાર્થીનો શાળાકીય અભ્યાસ અને ડોમિસાઈલ ગુજરાત બહારનો હોવાને કારણે પ્રવેશ સમિતિના નિયમ અનુસાર તેને અહીં પ્રવેશ માટે ગેરલાયક ગણવામાં આવ્યો છે.
