GSEB Class 12 Science Stream Answer Sheet Verification 2026 (GSEB ધોરણ 12 સાયન્સની આન્સર શીટ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફેબ્રુઆરી-માર્ચ 2026 માં યોજાયેલી પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ, હવે જે વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીની ગુણચકાસણી (Verification), અવલોકન (Observation) અથવા OMR શીટની નકલ મેળવવા ઈચ્છે છે, તેમના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
અરજી માટેની મહત્વની તારીખો
બોર્ડની સત્તાવાર અખબારી યાદી મુજબ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 4 મે 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો પુનઃચકાસણી કે નિરીક્ષણ કરાવવા માંગતા હોય, તેઓ 6 મે 2026 ના રોજ સાંજે 5:00 કલાકથી 13 મે 2026 ના રોજ સાંજે 5:00 કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ પર જઈને નિયત સમયમર્યાદામાં અરજી સબમિટ કરી શકે છે:
- www.gseb.org
- sci.gseb.org
ફી ચુકવણીની પદ્ધતિ
ગુણચકાસણી, ઉત્તરવહી અવલોકન અને OMR નકલ મેળવવા માટેની નિર્ધારિત ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારો SBIePay સિસ્ટમ દ્વારા Credit Card, Debit Card અથવા Net Banking નો ઉપયોગ કરીને ફી ભરી શકશે. આ ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થી રોકડથી પેમેન્ટ કરવા ઈચ્છતા હોય, તો તેઓ SBIePay હેઠળ ઉપલબ્ધ 'SBI Branch Payment' ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI શાખામાં ચુકવણી કરી શકશે.
