GSEB Supplementary Exam 2026: ધોરણ 10 અને 12ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે બીજી તક, જાણો પૂરક પરીક્ષા માટે રજિસ્ટ્રેશન અને ફીની વિગતો

GSEB) દ્વારા ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામ જાહેર થયા બાદ, હવે બોર્ડે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 08 May 2026 01:05 PM (IST)Updated: Fri, 08 May 2026 01:05 PM (IST)
gseb-supplementary-exams-2026-gujarat-board-class-10-12-expected-dates-time-table

GSEB Supplementary Exam 2026 Expected Dates (GSEB SSC HSC Purak Pariksha 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામ જાહેર થયા બાદ, હવે બોર્ડે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે હેતુથી આગામી જૂન-2026 માં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

ધોરણ 10 (SSC): 'Best of Two' પદ્ધતિથી ગુણ સુધારવાની તક

ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં સફળ થઈ શક્યા નથી અથવા ગેરહાજર રહ્યા છે, તેમના માટે જૂન-2026 માં પૂરક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા 'Best of Two' પદ્ધતિ હેઠળ લેવામાં આવશે, જેનો લાભ લઈને વિદ્યાર્થીઓ પોતાના ગુણ સુધારી શકશે.

GSEB Supplementary Exam 2026: રજિસ્ટ્રેશન અને ફીનું માળખું

પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી ઓનલાઈન ભરવાના રહેશે. રૂબરૂ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

  • 1 વિષય માટે: રૂ. 155
  • 2 વિષય માટે: રૂ. 225
  • 3 વિષય માટે: રૂ. 285
  • 3 થી વધુ વિષયો માટે: રૂ. 415

ધોરણ 12 (HSC): વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ માટે મહત્વની સૂચના

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને સંસ્કૃત મધ્યમાના જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં અનુત્તીર્ણ (Needs Improvement) થયા છે અથવા ગેરહાજર રહ્યા છે, તેઓ આ પૂરક પરીક્ષામાં બેસી શકશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે છે, તેમને પણ પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે.

GSEB Supplementary Exam 2026: મહત્વની તારીખો

શાળાઓએ પૂરક પરીક્ષા માટેના ફોર્મ તા. 07/05/2026 થી તા. 14/05/2026 (સાંજે 17:00 કલાક સુધી) ઓનલાઈન ભરવાના રહેશે. આવેદન માટે www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે.

GSEB Supplementary Exam 2026: કન્યાઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ છૂટછાટ

સરકારના નિયમ મુજબ, કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ (Physically Challenged) વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જોકે, ફી માફી હોવા છતાં આ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન વગર વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે નહીં. રજિસ્ટ્રેશન બાદ મળતી 'શૂન્ય ફી' ની પહોંચ સાચવી રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે પોતપોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે.