GSEB Gujarat Board HSC (Class 12) Science Result 2026 Live (ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ઉમેદવારો માટે આજે નિર્ણાયક દિવસ છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી પ્રતીક્ષા બાદ, બોર્ડ દ્વારા આજે 4 મે 2026, સોમવારના રોજ સત્તાવાર રીતે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં ધોરણ 12 ની મુખ્ય પરીક્ષાઓનું આયોજન 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,19,263 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ આર્ટિકલમાં જાણો, ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 12નું રીઝલ્ટ ચેક કરવાના સ્ટેપ્સ. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org તેમજ વોટ્સએપ દ્વારા રીઝલ્ટ ચેક કરી શકશે.
એક નજરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2026
GSEB HSC Science Result 2026: ગ્રેડવાર ઉમેદવારોની સંખ્યા
GSEB HSC Science Result 2026 Live: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2026
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 156 કેન્દ્રો ઉપર 1,18,973 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,18,256 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,090 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 93,678 પરીક્ષાર્થીઓ 'પ્રમાણપત્ર મેળવવાને પાત્ર' થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવેલ છે.
GSEB HSC જનરલ રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 (HSC) નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે:
- Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- Step 2: HSC Result લિંક પર ક્લિક કરો.
- Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
- Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
- Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.
WhatsApp દ્વારા GSEB રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
- Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
- Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
- Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
- Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.
GSEB રીઝલ્ટ 2026 માં ઉલ્લેખિત વિગતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.
GSEB માર્કશીટમાં નીચેની માહિતી શામેલ હશે:
- ઉમેદવારનું નામ
- રોલ નંબર
- વિષય કોડ્સ
- દરેક વિષયમાં મેળવેલા ગુણ
- કુલ મેળવેલા ગુણ
- ટકાવારી
- ગ્રેડ
ગુજરાત બોર્ડનું રીઝલ્ટ 2026 જાહેર થયા પછી શું?
ગુજરાત બોર્ડ HSC રીઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓએ પોતાની મૂળ માર્કશીટ સંબંધિત શાળામાંથી મેળવવી પડશે. ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ ભારત અથવા વિદેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પોતાના પસંદગીના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.
ગુજરાત બોર્ડ રીઝલ્ટ 2026 પુનઃતપાસ અને પુનઃમૂલ્યાંકન
ગુજરાત બોર્ડના ધોરણ 12નું રીઝલ્ટ મે 2026 સુધીમાં જાહેર થઈ શકે છે. રીઝલ્ટ જાહેર થયા બાદ જો કોઈ વિદ્યાર્થી પોતાના ગુણથી અસંતોષી હોય તો તે Answer Sheet Rechecking અથવા Re-evaluation માટે અરજી કરી શકે છે. બોર્ડ દ્વારા આ પ્રક્રિયા અંગે અલગથી સૂચના જાહેર કરવામાં આવશે. પુનઃતપાસ બાદ ગુણોમાં ફેરફાર થાય તો તે વિદ્યાર્થીઓની માર્કશીટમાં અપડેટ કરવામાં આવશે.
GSEB કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2026
GSEB HSC રીઝલ્ટ 2026 મે 2026 સુધીમાં જાહેર થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયત્નમાં પાસ ન થઈ શકે તેઓ Compartment Exam માટે અરજી કરી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટેની અરજીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ રહેશે.
ગુજરાત બોર્ડ GSEB વિશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) રાજ્યમાં SSC અને HSC સ્તરની પરીક્ષાઓનું આયોજન કરે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં ભાગ લે છે. તે ઉપરાંત, બોર્ડ રાજ્યમાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે GUJCET પ્રવેશ પરીક્ષાનું પણ આયોજન કરે છે.
GSEB બોર્ડ પરીક્ષા 2026 હાઇલાઇટ્સ
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ 2026 વિશે સંપૂર્ણ વિગતો નીચેના ટેબલનો સંદર્ભ લઈને મેળવી શકે છે:
| બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
| પરીક્ષાનું નામ | ધોરણ 12 HSC |
| પરીક્ષા મોડ | ઓફલાઇન, પેન-અને-કાગળ |
| પરીક્ષા સ્તર | રાજ્ય-સ્તરની પરીક્ષા |
| શૈક્ષણિક સત્ર | 2025-26 |
| GSEB HSC પરીક્ષાની તારીખ | 26 ફેબ્રુઆરી – 16 માર્ચ, 2026 |
| રીઝલ્ટની જાહેરાત સત્તાવાર વેબસાઇટ | gseb.org |
| રીઝલ્ટનું નામ | ગુજરાત બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ 2026 |
| રીઝલ્ટ મોડ | ઓનલાઇન અને ઓફલાઇન |
| રીઝલ્ટ ક્યાં ચેક કરવું | ઓનલાઇન પોર્ટલ, એસએમએસ, વોટ્સએપ |
| જરૂરી ઓળખપત્રો | રોલ નંબર |
