GSEB HSC Result 2026 Scorecard Download: ધોરણ 12 ની માર્કશીટ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરશો? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

રીઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનું પાસું તેમની માર્કશીટ મેળવવાનું હોય છે. ઉચ્ચ શિક્ષણની પ્રક્રિયામાં માર્કશીટ અને અસલ પ્રમાણપત્ર બંનેની જરૂરિયાત રહેતી હોય છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 04 May 2026 12:15 AM (IST)Updated: Mon, 04 May 2026 12:15 AM (IST)
gseb-hsc-result-2026-direct-link-gujarat-board-class-12-general-science-results-scorecard-marksheet-download

GSEB HSC (Class 12th) Result 2026 Scorecard Download (ધોરણ 12 રીઝલ્ટ 2026 સ્કોરકાર્ડ ડાઉનલોડ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 4 મેના રોજ ધોરણ 12 (HSC) ના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનું પાસું તેમનું ગુણપત્રક એટલે કે માર્કશીટ મેળવવાનું હોય છે. ઉચ્ચ શિક્ષણ અને રોજગારની પ્રક્રિયામાં ઓનલાઇન માર્કશીટ અને અસલ પ્રમાણપત્ર બંનેની જરૂરિયાત રહેતી હોય છે.

GSEB HSC Result 2026 Scorecard Download: ઓનલાઇન માર્કશીટ ડાઉનલોડ કરવાની પદ્ધતિ

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પોતાનું પરિણામ અને કામચલાઉ માર્કશીટ જોઈ શકે છે.

  • Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • Step 2: GSEB HSC Result 2026 લિંક પર ક્લિક કરો.
  • Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
  • Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
  • Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.

GSEB HSC Result 2026 Scorecard Download: અસલ માર્કશીટ (Hard Copy) ક્યાંથી અને કેવી રીતે મળશે?

પરિણામ જાહેર થયાના થોડા દિવસો બાદ બોર્ડ દ્વારા અસલ માર્કશીટ જે-તે સંબંધિત શાળાઓમાં મોકલવામાં આવે છે. શાળાઓ દ્વારા માર્કશીટ વિતરણની તારીખ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની શાળામાં રૂબરૂ જઈ, સ્વીકૃતિ રસીદ પર સહી કરીને આ મહત્વપૂર્ણ દસ્તાવેજ મેળવવાનો રહેશે.

GSEB HSC Result 2026 Scorecard Download: ડિજીલોકર (DigiLocker) દ્વારા ડિજિટલ માર્કશીટ મેળવો

  • વિદ્યાર્થીઓ ભારત સરકારના DigiLocker પ્લેટફોર્મ પરથી પણ પોતાનું પ્રમાણપત્ર મેળવી શકે છે.
  • www.digilocker.gov.in અથવા એપ પર લોગ-ઇન કરો.
  • આધાર કાર્ડની વિગતો દ્વારા વેરીફિકેશન પૂર્ણ કરો.
  • 'Education' વિભાગમાં જઈ 'GSEB' પસંદ કરો.
  • જરૂરી વિગતો ભરીને તમારી ડિજિટલ હસ્તાક્ષરિત માર્કશીટ ડાઉનલોડ કરો, જે સર્વત્ર માન્ય છે.