GSEB Gujarat Board HSC (Class 12) Arts & Commerce Result 2026 Live (ધોરણ 12 કોમર્સ અને આર્ટસનું રીઝલ્ટ 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ અને આર્ટસ) ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે અંતે આજે 4 મે 2026, સોમવારના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ થયું છે.
ચાલુ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 ની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 16 માર્ચ, 2026 ના રોજ પૂર્ણ થઈ હતી. આ વર્ષે સામાન્ય પ્રવાહમાં કુલ 5,01,286 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ આર્ટિકલમાં જાણો, ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 12નું રીઝલ્ટ ચેક કરવાના સ્ટેપ્સ. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org તેમજ વોટ્સએપ દ્વારા રીઝલ્ટ ચેક કરી શકશે.
એક નજરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 2026
GSEB HSC Arts & Commerce Result 2026: પ્રવાહવાર નિયમિત ઉમેદવારોનું પરિણામ
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, મુખ્ય પરીક્ષા-2026 માં પ્રવાહવાર પરિણામ નીચે મુજબ છે.
GSEB HSC Arts & Commerce Result 2026 Live: ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2026
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 92.71 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેવારો તરીકે 15,859 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 14,864 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 9367 ઉમેવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 63.02 % ટકા આવેલ છે.
આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 35,231 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 33,505 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 20,638 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 61.60 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 7,889 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 7,415 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,459 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 60.13 % ટકા આવેલ છે.
GSEB HSC જનરલ રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 (HSC) નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે:
- Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- Step 2: HSC Result લિંક પર ક્લિક કરો.
- Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
- Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
- Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.
WhatsApp દ્વારા GSEB રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
- Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
- Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
- Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
- Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.
GSEB રીઝલ્ટ 2026 માં ઉલ્લેખિત વિગતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.
GSEB માર્કશીટમાં નીચેની માહિતી શામેલ હશે:
- ઉમેદવારનું નામ
- રોલ નંબર
- વિષય કોડ્સ
- દરેક વિષયમાં મેળવેલા ગુણ
- કુલ મેળવેલા ગુણ
- ટકાવારી
- ગ્રેડ
ગુજરાત બોર્ડનું રીઝલ્ટ 2026 જાહેર થયા પછી શું?
ગુજરાત બોર્ડ HSC રીઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓએ પોતાની મૂળ માર્કશીટ સંબંધિત શાળામાંથી મેળવવી પડશે. ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ ભારત અથવા વિદેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પોતાના પસંદગીના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.
ગુજરાત બોર્ડ રીઝલ્ટ 2026 પુનઃતપાસ અને પુનઃમૂલ્યાંકન
ગુજરાત બોર્ડના ધોરણ 12નું રીઝલ્ટ મે 2026 સુધીમાં જાહેર થઈ શકે છે. રીઝલ્ટ જાહેર થયા બાદ જો કોઈ વિદ્યાર્થી પોતાના ગુણથી અસંતોષી હોય તો તે Answer Sheet Rechecking અથવા Re-evaluation માટે અરજી કરી શકે છે. બોર્ડ દ્વારા આ પ્રક્રિયા અંગે અલગથી સૂચના જાહેર કરવામાં આવશે. પુનઃતપાસ બાદ ગુણોમાં ફેરફાર થાય તો તે વિદ્યાર્થીઓની માર્કશીટમાં અપડેટ કરવામાં આવશે.
GSEB કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2026
GSEB HSC રીઝલ્ટ 2026 મે 2026 સુધીમાં જાહેર થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયત્નમાં પાસ ન થઈ શકે તેઓ Compartment Exam માટે અરજી કરી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટેની અરજીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ રહેશે.
ગુજરાત બોર્ડ GSEB વિશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) રાજ્યમાં SSC અને HSC સ્તરની પરીક્ષાઓનું આયોજન કરે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં ભાગ લે છે. તે ઉપરાંત, બોર્ડ રાજ્યમાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે GUJCET પ્રવેશ પરીક્ષાનું પણ આયોજન કરે છે.
GSEB બોર્ડ પરીક્ષા 2026 હાઇલાઇટ્સ
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ 2026 વિશે સંપૂર્ણ વિગતો નીચેના ટેબલનો સંદર્ભ લઈને મેળવી શકે છે:
| બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
| પરીક્ષાનું નામ | ધોરણ 12 HSC |
| પરીક્ષા મોડ | ઓફલાઇન, પેન-અને-કાગળ |
| પરીક્ષા સ્તર | રાજ્ય-સ્તરની પરીક્ષા |
| શૈક્ષણિક સત્ર | 2025-26 |
| GSEB HSC પરીક્ષાની તારીખ | 26 ફેબ્રુઆરી – 16 માર્ચ, 2026 |
| રીઝલ્ટની જાહેરાત સત્તાવાર વેબસાઇટ | gseb.org |
| રીઝલ્ટનું નામ | ગુજરાત બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ 2026 |
| રીઝલ્ટ મોડ | ઓનલાઇન અને ઓફલાઇન |
| રીઝલ્ટ ક્યાં ચેક કરવું | ઓનલાઇન પોર્ટલ, એસએમએસ, વોટ્સએપ |
| જરૂરી ઓળખપત્રો | રોલ નંબર |
