GSEB Class 12th (HSC) Result 2026 Date and Time (ધોરણ 12 નું રીઝલ્ટ 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 4 મેના રોજ ધોરણ 12 (HSC) ના તમામ પ્રવાહોના પરિણામો જાહેર કરવામાં આવનાર છે. આ વર્ષે બોર્ડ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ માટે પરિણામ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે.
વિદ્યાર્થીઓ હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત પોતાના મોબાઈલ પર વોટ્સએપ (WhatsApp) ના માધ્યમથી પણ ત્વરિત પરિણામ મેળવી શકશે. આ આર્ટિકલમાં જાણો, ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 12નું રીઝલ્ટ વોટ્સએપ દ્વારા ચેક કરવાના સ્ટેપ્સ.
GSEB Class 12 Result 2026: વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
- Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
- Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
- Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
- Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.
GSEB Class 12 Result 2026: વેબસાઇટ દ્વારા પરિણામ જોવાની વૈકલ્પિક રીત
વોટ્સએપ ઉપરાંત વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને પણ પોતાનું પરિણામ ચકાસી શકે છે. આ માટે હોમ પેજ પર જઈને રિઝલ્ટ લિંક પર ક્લિક કરવાનું રહેશે અને સીટ નંબર એન્ટર કરવાનો રહેશે.
- Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- Step 2: HSC Result લિંક પર ક્લિક કરો.
- Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
- Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
- Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.
GSEB રીઝલ્ટ 2026 માં ઉલ્લેખિત વિગતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.
GSEB માર્કશીટમાં નીચેની માહિતી શામેલ હશે:
- ઉમેદવારનું નામ
- રોલ નંબર
- વિષય કોડ્સ
- દરેક વિષયમાં મેળવેલા ગુણ
- કુલ મેળવેલા ગુણ
- ટકાવારી
- ગ્રેડ
GSEB બોર્ડ પરીક્ષા 2026 હાઇલાઇટ્સ
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ 2026 વિશે સંપૂર્ણ વિગતો નીચેના ટેબલનો સંદર્ભ લઈને મેળવી શકે છે:
| બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
| પરીક્ષાનું નામ | ધોરણ 12 HSC |
| પરીક્ષા મોડ | ઓફલાઇન, પેન-અને-કાગળ |
| પરીક્ષા સ્તર | રાજ્ય-સ્તરની પરીક્ષા |
| શૈક્ષણિક સત્ર | 2025-26 |
| GSEB HSC પરીક્ષાની તારીખ | 26 ફેબ્રુઆરી – 16 માર્ચ, 2026 |
| રીઝલ્ટની જાહેરાત સત્તાવાર વેબસાઇટ | gseb.org |
| રીઝલ્ટનું નામ | ગુજરાત બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ 2026 |
| રીઝલ્ટ મોડ | ઓનલાઇન અને ઓફલાઇન |
| રીઝલ્ટ ક્યાં ચેક કરવું | ઓનલાઇન પોર્ટલ, એસએમએસ, વોટ્સએપ |
| જરૂરી ઓળખપત્રો | રોલ નંબર |
