GCAS App & Portal Key Highlights: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અને સરળતા લાવવા માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) દ્વારા હવે વિદ્યાર્થીઓ માટે ખાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા રાજ્યની વિવિધ સરકારી અને અનુદાનિત કોલેજોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી, સુરક્ષિત અને સુલભ બની જશે.
હવે GCAS App સાથે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને સુલભ!
— Gujarat University (@gujuni1949) May 14, 2026
ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) એપ દ્વારા B.A., https://t.co/aZtnWO4L98., https://t.co/qgTwO3gXMQ. સહિત 100થી વધુ કોર્સ માટે એક જ પ્લેટફોર્મ પર સરળતાથી અરજી કરો.
✅ રિયલ-ટાઈમ નોટિફિકેશન
✅ સરળ ઓનલાઈન અરજી પ્રક્રિયા
✅… pic.twitter.com/d0wvtzy3B6
એક જ પ્લેટફોર્મ પર 100થી વધુ કોર્સ
અત્યાર સુધી વિદ્યાર્થીઓએ અલગ-અલગ યુનિવર્સિટી કે કોલેજો માટે જુદી-જુદી અરજીઓ કરવી પડતી હતી, પરંતુ હવે GCAS App ના માધ્યમથી વિદ્યાર્થીઓ, B.A., B.Com., B.Sc. જેવા પરંપરાગત કોર્સ. તેમજ વિવિધ પ્રોફેશનલ અને વોકેશનલ અભ્યાસક્રમો સહિત કુલ 100થી વધુ કોર્સ માટે એક જ પ્લેટફોર્મ પરથી અરજી કરી શકશે.
GCAS App ની મુખ્ય વિશેષતાઓ
આ એપ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
1) સરળ ઓનલાઈન અરજી: વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલથી જ ફોર્મ ભરી શકશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે.
2) રિયલ-ટાઈમ નોટિફિકેશન: એડમિશન પ્રક્રિયા, મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની તમામ અપડેટ્સ સીધી મોબાઈલ પર નોટિફિકેશન દ્વારા મળશે.
3) સુરક્ષિત અને વિશ્વસનીય: આ સરકારી પોર્ટલ હોવાથી વિદ્યાર્થીઓનો ડેટા સંપૂર્ણ સુરક્ષિત રહેશે.
4) ગમે ત્યાંથી એક્સેસ: વિદ્યાર્થીઓ ઘરે બેઠા કે મુસાફરી દરમિયાન પણ પોતાની અરજીનું સ્ટેટસ ચેક કરી શકશે.
કેવી રીતે ડાઉનલોડ કરશો?
વિદ્યાર્થીઓ તેમની ઓપરેટિંગ સિસ્ટમ મુજબ નીચેની લિંક્સ પરથી એપ ડાઉનલોડ કરી શકે છે:
Android યુઝર્સ માટે: Google Play Store Link
iOS (iPhone) યુઝર્સ માટે: Apple App Store Link
ઓફિશિયલ વેબસાઇટ: (https://gcas.gujgov.edu.in)
પ્રવેશ પ્રક્રિયામાં સીમાચિહ્નરૂપ નિર્ણય
શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આ ડિજિટલ પહેલથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. તેમને ફોર્મ ભરવા માટે સાયબર કાફે કે કોલેજો સુધી લાંબા ધક્કા ખાવા નહીં પડે. સમગ્ર એડમિશન પ્રક્રિયા પેપરલેસ અને પારદર્શક બનવાથી ભ્રષ્ટાચાર કે વગવસીલાની શક્યતાઓ પણ નહિવત થઈ જશે.
જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ આ વર્ષે ધોરણ-12 પછી કોલેજમાં પ્રવેશ લેવાનું વિચારી રહ્યા હોય, તો વિલંબ કર્યા વગર GCAS App ડાઉનલોડ કરી લો અને શિક્ષણની નવી સફરને ડિજિટલ માધ્યમથી શરૂ કરો.
