CBSE 12th Date Sheet 2027:ધોરણ 12 CBSE બોર્ડ પરીક્ષાની ડેટશીટ જાહેર,પ્રેક્ટિકલ એક્ઝામ 1લી જાન્યુઆરીથી થશે શરૂ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે કુલ 121 વિષયો માટે ધોરણ-12 બોર્ડ પરીક્ષાની ડેટશીટ જાહેર કરી છે. ધોરણ-1 બોર્ડની પરીક્ષા 16 ફેબ્રુઆરીથી લઈ 09 એપ્રિલ 2027 સુધી દેશભરના વિવિધ પરીક્ષા સેન્ટરમાં યોજાવા જઈ રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 07 Nov 2026 01:11 PM (IST)Updated: Sat, 07 Nov 2026 01:11 PM (IST)
education-news-class-12-cbse-board-exam-datesheet-released-practical-exams-to-begin-from-january-1st

CBSE 12th Date Sheet 2027:કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે કુલ 121 વિષયો માટે ધોરણ-12 બોર્ડ પરીક્ષાની ડેટશીટ જાહેર કરી છે. ધોરણ-1 બોર્ડની પરીક્ષા 16 ફેબ્રુઆરીથી લઈ 09 એપ્રિલ 2027 સુધી દેશભરના વિવિધ પરીક્ષા સેન્ટરમાં યોજાવા જઈ રહી છે.

આ પરીક્ષામાં દેશભરના લાખો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ભાગ લેશે. આ સંજોગોમાં શૈક્ષણિક સત્ર 2026-2027ની ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં સામેલ થશે. તેઓ વેબસાઈટ પરથી CBSE ધોરણ-12 ડેટ શીટ 2027 ડાઉનલોડ કરી શકે છે.

આ 4 રીતે ડાઉનલોડ કરો ધોરણ 12નું ટાઈમટેબલ

ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ CBSEની અધિકૃત વેબસાઈટ પર છે. વિદ્યાર્થી અને અરજદારો ડેટશીટ ડાઉનલોડ કરી શકશે.

  • ધોરણ 12 પરીક્ષાની ડેટશીટ ડાઉનલોડ કરવા માટે CBSEની સત્તાવાર વેબસાઇટ, cbse.gov.in ની મુલાકાત લો.
  • વેબસાઇટના હોમપેજ પર ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા, 2027 ડેટશીટ લિંક પર ક્લિક કરો.
  • લિંક પર ક્લિક કર્યા બાદ ડેટશીટ સ્ક્રીન પર ખુલશે.
  • અંતે તેનું પ્રિન્ટઆઉટ લો.

1લી જાન્યુઆરી શરૂ થશે પ્રેક્ટિકલ પરીક્ષા

CBSE દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટશીટ પ્રમાણે ધોરણ-12 માટે પ્રેક્ટિકલ પરીક્ષા 1લી જાન્યુઆરીથી શરૂ થશે અને 13 જાન્યુઆરી 2027 સુધી યોજાશે. આ સાથે જ વિન્ટર બાઉન્ડ CBSE સ્કૂલોમાં પ્રેક્ટિકલ પરીક્ષા 9 નવેમ્બરથી લઈ 19 ડિસેમ્બર 2026 સુધી યોજાશે.