D.El.Ed Admission 2026-27: D.El.Ed (ડિપ્લોમા ઈન એલિમેન્ટરી એજ્યુકેશન) પ્રવેશ વર્ષ 2026-27 માટે ઓનલાઈન કોલેજ પસંદગીની અંતિમ તારીખ લંબાવીને 2 ઓક્ટોબર 2026 સુધી કરવામાં આવી છે. NCTE દ્વારા પ્રવેશપાત્ર સંસ્થાઓની યાદીમાં સુધારો-વધારો કરાતા ઉમેદવારોને ફરીથી કોલેજ પસંદગી કરવાનો મોકો મળ્યો છે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 3 કે 4 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
NCTE પત્ર બાદ કોલેજોની નવી યાદી જાહેર
NCTE દ્વારા 24 સપ્ટેમ્બર, 2026 ના પત્રથી મળેલી વિગતો અનુસાર D.El.Ed પ્રવેશ વર્ષ 2026-27 દરમિયાન પ્રવેશપાત્ર સંસ્થાઓની યાદીમાં સુધારો-વધારો થયો છે. આ ફેરફારને ધ્યાને રાખીને, ઉમેદવારો ઓનલાઈન કોલેજ પસંદગી કરી શકે તે માટે છેલ્લી તારીખ લંબાવીને તા. 02/10/2026 ના રોજ રાત્રીના 23:59 કલાક સુધી કરવામાં આવી છે.
જો કોઈ ઉમેદવારે અગાઉ પસંદ કરેલી કોલેજ નવી યાદીમાંથી બાદ કરવામાં આવી હોય, તો તેવા ઉમેદવારો પોર્ટલ પર જઈને અન્ય D.El.Ed કોલેજની પસંદગી ફરીથી કરી શકશે. જેથી તમામ ઉમેદવારોને નિર્ધારિત સમયમર્યાદા (02/10/2026, રાત્રે 23:59 વાગ્યા) પહેલાં પોર્ટલ પર પોતાની કોલેજ પસંદગી ચકાસી લેવા અને જરૂરી ફેરફાર કરી લેવા સત્તાવાર સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં PTC કોલેજોની સંખ્યા વધીને 211
ગુજરાતમાં અગાઉ પીટીસી (PTC) ની કુલ 208 કોલેજો હતી, જેમાં નવી 3 કોલેજોને મંજૂરી મળતાં હવે કુલ કોલેજોની સંખ્યા વધીને 211 થઈ ગઈ છે. બાકી રહી ગયેલા તમામ ઉમેદવારો 2 ઓક્ટોબર સુધીમાં પોતાની કોલેજ પસંદગી પૂર્ણ કરી શકશે. ત્યારબાદ ત્રીજી અથવા ચોથી ઓક્ટોબરના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે.
પ્રવેશમાં ધસારોમોડું થતાં વાલીઓ અકળાયા
આ વર્ષે PTC કોલેજોમાં પ્રવેશ માટે ઉમેદવારોનો સારો એવો ધસારો જોવા મળ્યો છે. જોકે પ્રવેશ પ્રક્રિયામાં ખૂબ મોડું થવાના કારણે વાલીઓ અકળાયા છે. આથી હવે સમયસર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.
