Railway Job Alert: રેલવેમાં ધો.10 પાસ માટે નોકરીનો ગોલ્ડન ચાન્સ, 1644 જગ્યા પર ભરતી; 4 જૂન સુધી અરજી કરી શકશો

ધો.10 અને ITIના માર્ક્સને આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદ શૉર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવાશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 May 2026 03:41 PM (IST)Updated: Sat, 09 May 2026 03:41 PM (IST)
alert-golden-chance-for-a-job-in-railways-for-10th-pass-recruitment-for-1644-posts
HIGHLIGHTS
  • ઉમેદવારે ધો.10માં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ મેળવેલા હોવા જરૂરી

Railway Job Alert: ભારતીય રેલવેમાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે સોનેરી તક આવી છે. હકીકતમાં દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવે (SECR) દ્વારા વર્ષ 2026-27 માટે ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જારી કર્યું છે.

આ ભરતી અંતર્ગત કુલ 1644 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ માટે તેમણે કોઈ પણ પ્રકારની પરીક્ષા નહીં આપવી પડે. તેમજ સિલેક્શન મેરિટના આધારે કરવામાં આવશે. જેના માધ્યમથી ફિટર, ઈલેક્ટ્રિશિયન, વેલ્ડર, મેકેનિક અને સ્ટેનો સહિત અનેક જગ્યાઓ પર ભરતી થશે.

અરજી કરવા માટેની પાત્રતા?

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, જેમાં તેના 50 ટકા તો હોવા જરૂરી છે. ધોરણ 10ની સાથે સબંધિત ટ્રેડમાં ITIનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

ખાસ વાત એ છે કે, આ તમામ જગ્યાઓ માટે એક ચોક્કસ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછા 15 અને વધુ 24 વર્ષની હોવી જોઈએ. આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

પરીક્ષા વિના પસંદગી થશે

આ પરીક્ષામાં ભરતી માટે કોઈ પરીક્ષા કે ઈન્ટર્વ્યુ નહીં લેવામાં આવે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. જેના માટે ધોરણ 10 તેમજ ITIના માર્ક્સને પ્રાધાન્ય આપવામાં આવશે. જે બાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી અને શું ધ્યાન રાખવું?

આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઑનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 5 મેથી શરૂ થઈ ગઈ છે, જે આગામી 4 જૂને બંધ થઈ જશે.

  • અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ apprenticeshipindia.gov.in પર જાવ
  • અહીં તમારી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો
  • જે બાદ જૉબ સાથે સંકળાયેલી લિન્ક પર જઈને એપ્લાય પર ક્લિક કરો
  • જ્યાં માંગવામાં આવેલી તમામ જાણકારીને વ્યવસ્થિત ભરીને ફોર્મને સબમિટ કરી દો